ટાઇમ મેગેઝિનમાં મોદી પર વિવાદાસ્પદ લેખ લખનાર પત્રકારનુ પાક કનેક્શન

નવી દિલ્હી, તા.11 મે 2019, શનિવાર

પીએમ મોદી પર અમેરિકાના પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિનમાં વિવાદાસ્પદ લેખ લખનાર પત્રકાર આતીશ તાસીરને લઈને પણ સોશ્યલ મીડિયામાં જાત જાતની ચર્ચાઓ ચાલી રહી છે.

મોદીને ડિવાઈડર-ઈન-ચીફ ગણાવીને આતીશ તાસીરે મોદી સમર્થકોનો રોષ વ્હોરી લીધો છે ત્યારે આતીશનુ પાક કનેકશન પણ બહાર આવતા વિવાદ વધ્યો છે અને મોદી પર લખાયેલા આ લેખ પર તેમજ તેને છાપનાર ટાઇમ મેગેઝિન પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

આતીશ તાસીર બ્રિટનમાં રહે છે પણ તેમની માતા ભારતીય પત્રકાર તવલિન સિંહ છે અને તેમના પિતાનુ નામ સલમાન તાસીર છે. જે પકિસ્તાની રાજનેતા છે.

જોકે તાસરીનો ઉછેર દિલ્હીમાં થયો હતો.એ પછી વધુ ભણવા  માટે તે અમેરિકા ગયા હતા.જ્યાં 2001માં પોલિટિકલ સાયન્સ અને ફ્રેન્ચ ભાષામાં ડિગ્રી મેળવી હતી.

સોશ્યલ મીડિયા પર એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, આતીશ તાસીર કોંગ્રેસના પીઆર મેનેજર તરીકે પણ કામ કરે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HfO0Yd
via Latest Gujarati News

Post a Comment

0 Comments