ફેસબુકમાં એક્ટિવ થયું Birthday Stories ફીચર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


નવી દિલ્હી, 11 મે 2019, શનિવાર

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર બર્થ ડે સ્ટોરી ફીચર એક્ટિવ થયું છે. આ ફીચરના કારણે યૂઝર્સ પોતાના મિત્રોને જન્મદિવસની શુભેચ્છા એક સ્પેશલ સ્ટોરી તરીકે ડિજિટલ કાર્ડમાં ફોટો, વીડિયો સાથે અપલોડ કરી શકશે. જે તમને પોપઅપ તરીકે બર્થ ડે પર જોવા મળશે. કંપનીના જણાવ્યાનુસાર ફીચરની ખાસ વાત એ છે કે યૂઝર્સના જન્મદિવસ યાદગાર બની જશે. આ ફીચર તમને એ સમયની યાદ અપાવશે જ્યારે તમારા ખાસ મિત્રો તમને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા કાર્ડસ આપતા.

આ રીતે કરો ફીચરનો ઉપયોગ

આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે બર્થ ડે નોટિફિકેશન પર ટેબ કરવાનું રહેશે. ત્યારબાદ કોઈ ફોટો, શોર્ટ વીડિયો કે બર્થ ડે વિશ અપલોડ કરી શકાશે. આ કંટેંટ તમારા ફ્રેંડની સ્ટોરીમાં જોવા મળશે. આ ફીચરની ખાસ વાત એ છે કે તેમાં તમે બર્થ ડે માટે સાઉન્ડ ટ્રેક અથવા મ્યૂઝિક પણ સેટ કરી શકો છો. જો તમારે પર્સનલાઈઝ્ડ સ્લાઈડ શો તરીકે આ સ્ટોરી કરવી હશે તો તેમ પણ કરી શકો છો.  ફેસબુકના જણાવ્યાનુસાર 50 કરોડ યૂઝર્સ રોજ ફેસબુક સ્ટોરીનો ઉપયોગ કરે છે. તેવામાં આ ફીચર તેમની બર્થડે મેમરીને ખાસ બનાવશે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Lx4VJM
via Latest Gujarati News

Post a Comment

0 Comments