જયપુર, તા.11 મે 2019, શનિવાર
રાજસ્થાનમાં બળાત્કારીઓ બેફામ બની ગયા હોય તેમ લાગી રહ્યુ છે. રાજસ્થાનના અલવરમાં મહિલા પર તેના પતિની નજર સામે ગેંગરેપની ઘટનાને કારણે સર્જાયેલો હાહાકાર હજી શમ્યો નથી ત્યાં તો વધુ એક ગેંગરેપની ઘટના બની છે.
રાજસ્થાનના સિકર જિલ્લાના ફતેપુરમાં મહિલાના ઘરમાં ઘુસીને તેના પર ગેંગરેપ કરાયો છે.આ સમયે મહિલાનો દિવ્યાંગ દિયર અને ઘરડા સાસુ સસરા ઘરમાં મોજૂદ હતા પણ તે મહિલાને હવસખોરોની ચૂંગાલમાંથી બચાવી શક્યા નહોતા.
પોલીસના કહેવા પ્રમાણે આરોપી આદિલ પિડિત મહિલાના ઘરમાં મજૂરી કરી રહ્યો હતો.મહિલાનો પતિ ઘરમાં નહોતો ત્યારે તે પોતાના સાથીદાર સનીફ સાથે મળીને મહિલા પર રેપ કરવાની યોજનાને અંજામ આપ્યો હતો.
આદિલ, સનીફ અને અન્ય એક સાગરીત અબ્દુલ દરવાજો તોડીને અંદર ઘૂસ્યા હતા અને સુઈ રહેલી મહિલા પર રેપ કર્યો હતો.પોલીસે ત્રણેની ધરપકડ કરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vUkj8l
via Latest Gujarati News
0 Comments