(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૩
સીબીઆઇ ડાયરેક્ટર રિશીકુમાર શુકલાએ ફ્રાન્સના લિયોનમાં ઇન્ટરપોલના હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને આ મુલાકાતમાં તેમણે ઇન્ટરપોલને ભારતની રેડ કોર્નર નોટિસ અંગે ઝડપી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
શુકલાએ ભારતના ૧૨ જેટલા આર્થિક અપરાધીઓ સામે રેડ કોર્નર નોટિસ જારી કરવાની ભારતની વિનંતી પર ઝડપથી નિર્ણય લેવા ઇન્ટરપોલને વિનંતી કરી હતી.
ભારતે જે અપરાધીઓ સામે રેડ કોર્નર નોટિસ જારી કરવાની વિનંતી કરી છે તેમાં નીતિન જયંતિલાલ સાંડેસરા, તેમના ભાઇ ચેતન જયંતિલાલ સાંડેસરા, દિપ્તી ચેતન સાંડેસરા, વિનસમ ગુ્રપના પ્રમોટર જતીન મહેતા, તેમના પત્ની સોનિયા મહેતા, પુત્ર સૂરજ મહેતા અને વિવાદાસ્પદ ઇસ્લામિક પ્રચારક ઝાકરી નાયકનો સમાવેશ થાય છે.
સીબીઆઇ ડાયરેક્ટર એપ્રિલના બીજા સપ્તાહમાં નેશનલ સેન્ટ્રલ બ્યૂરોસ(એનસીબી)ની વાર્ષિક કોન્ફરન્સમાં ભાગ લેવા ફ્રાન્સના લિયોેનમાં ગયા હતાં. એનસીબી ઇન્ટરપોલની ઝોનલ ઓફિસ છે જે ૧૯૪ દેશોમાં આવેલી છે. ભારતમાં સીબીઆઇના હેડ કવાર્ટરમાંથી એનસીબી ચલાવવામાં આવે છે.
સીબીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમે ઇન્ટરપોલને જણાવ્યું છે કે આ આર્થિક અપરાધીઓે પ્રજાના અબજો રૃપિયાની છેતરપિંડી કરી છે અને તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LE1Bg3
via Latest Gujarati News
0 Comments