નવી દિલ્હી, તા. 12. મે. 2019 રવિવાર
રાજસ્થાનના અલવરમાં દલિત મહિલા પર તેના પતિની સામે જ ગેંગરેપની ઘટનાએ આખા દેશમાં ચકચાર મચાવી છે ત્યારે આ હેવાનિયત કરનાર એક આરોપીની માતાનુ કહેવુ છે કે, જો કાયદો તેને છોડી દેશે તો હું તેને મારી નાંખીશ.
ગેંગરેપ કરનારા પાંચ આરોપીઓ પૈકીના એકનુ નામ હંસરાજ છે.તેની માતા સજના દેવીનુ કહેવુ છે કે, જ્યારે મારો પુત્ર જન્મ્યો ત્યારે અમે ખુશી મનાવી હતી પણ હવે લાગે છે કે મારા ખોળે માણસ નહીં રાક્ષસ પેદા થયો છે.જો તે કાયદાની ચૂંગાલમાંથી ગમે તેમ કરીને બચી ગયો તો પણ હું તેને જીવતો નહી રાખું.
આરોપીના પિતા કહે છે કે, જ્યાં સુધી મારા પુત્રને કડકમાં કડક સજા નહીં મળે ત્યાં સુધી હું માથુ ઉંચુ કરીને નહી જીવી શકું.
અન્ય એક આરોપી મહેશ ગુર્જરની માતાનુ કહેવુ છે કે, ભગવાને આવા પાપીને મારા ઘરમાં જન્મ કેમ આપ્યો ..આ મારા પાછલા જન્મના પાપનુ પરિણામ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LAY1mT
via Latest Gujarati News
0 Comments