
કુશીનગર, તા. 12 મે 2019, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો કે, લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ ધરાશયી થઇ જશે કારણ કે જનતા કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવવાનો નિર્ણય કરી ચૂકી છે. વડાપ્રધાન મોદીએ અહીં એક ચૂંટણી સભામાં કહ્યું કે, વિપક્ષી દળ લોકસભાની ચૂંટણીમાં ચારો ખાને ચિત્ત થઇ જશે, કારણ કે લોકોએ મજબૂત અને ઇમાનદાર સરકાર બનાવવાનો નિર્ણય કરી લીધો છે.
સપા-બસપા ગઠબંધનને નિશાને લેતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ માયાવતી અને અખિલેશ યાદવથી ઘણો વધારે સમય ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે પરંતુ તેમના પર એક પણ દાગ નથી લાગ્યો. અલવરમાં થયેલાં રેપકાંડ મામલે માયાવતીના નિંદાત્મક નિવેદન વિશે તેમણે કહ્યું કે, માયાવતી મગરમચ્છના આંસુ સારો નહી. તેમણે કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના એક વિવાદીત નિવેદનને ટાંકીને કહ્યું કે, રાજસ્થાનની કોંગ્રેસ સરકાર એક દલિત મહિલા પર થયેલા રેપની ઘટનાને દબાવવા માંગતી હતી. કોંગ્રેસનું આ મામલે વલણ 'હુઆ તો હુઆ'વાળું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q1VAZ5
via Latest Gujarati News
0 Comments