
નવી દિલ્હી, તા. 12 મે 2019, રવિવાર
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેણે પોતાના પતિ રોબર્ટ વાડ્રા સાથે લોધી સ્ટેટના સરદાર પટેલ વિદ્યાલય પોલિંગ બૂથ પરથી પોતાનો મત આપ્યો.
મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, વાસ્તવમાં આ મહત્વપૂર્ણ ચૂંટણી છે કારણ કે અમે લોકશાહી અને દેશને બચાવવા માટેની લડાઇ લડી રહ્યાં છીએ. જેને ધ્યાનમાં રાખીને મત આપ્યો. તેમણે કહ્યું કે, સ્પષ્ટ છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ હારી રહી છે કારણ કે લોકો આક્રોશિત અને વ્યથિત છે અને તેઓ મતદાન દ્વારા પોતાની ભાવના વ્યક્ત કરશે. તેમણે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે ભાજપ સરકાર જઇ રહી છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, લોકોની અંદર ગુસ્સો છે અને તેઓ પરેશાન છે મોદીજી તેમના મુદ્દા પર વાત કરવાની જગ્યાએ જ્યાં-ત્યાંની વાત કરી રહ્યાં છે. હવે લોકો મતદાન દ્વારા આ સરકાર વિરુદ્ધ પોતાનો ગુસ્સો વ્યક્ત કરશે અને આવું ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં જોવા મળશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30fdb4j
via Latest Gujarati News
0 Comments