મોદી સરકારના મંત્રીની ચોંકાવનારી આગાહી, આ બે રાજ્યોમાં ભાજપની બેઠકો ઘટશે

નવી દિલ્હી, તા. 12. મે. 2019 રવિવાર 

લોકસભાની ચૂંટણી માટેના જંગની વચ્ચે મોદી સરકારના કેબિનેટ મંત્રી અને એનડીએના સાથી પક્ષ આરપીઆઈના અધ્યક્ષ રામદાસ આઠવલેએ ચોંકાવનારી આગાહી કરી છે.

આઠવલેનુ કહેવુ છે કે, મહારાષ્ટ્ર, યુપીમાં ભાજપની બેઠકો ઘટી શકે છે.આમ છતા કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે.ભાજપને એકલા હાથે 260 થી 270 બેઠકો મળશે.જ્યારે એનડીએના તમામ પક્ષોને ભેગા થઈને 300 થી 325 બેઠકો મળશે.ઓરિસ્સા, પશ્ચિમ બંગાળમાં ભાજપને આ વખતે સારી એવી બેઠકો મળશે.

આઠવલેએ કહ્યુ હતુ કે, નરેન્દ્ર મોદીનુ વડાપ્રધાન બનવાનુ નક્કી જ છે અને હું પોતે પણ ફરી મંત્રી બનવાનો છું.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vUgwrM
via Latest Gujarati News

Post a Comment

0 Comments