
નવી દિલ્હી, 27 મે 2019, સોમવાર
હ્યુમન ગ્રોથ હોર્મોન શારીરિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ હોર્મોન કોશિકાઓનું નિર્માણ અને પુનનિર્માણ કરે છે અને યુવાની જાળવી રાખે છે. શરીરમાં જામતી ચરબી આ હોર્મોન્સને નુકસાન કરે છે. એટલા માટે જરૂરી છે કે આ હોર્મોનનું ધ્યાન કેવી રીતે રાખવું તે જાણકારી હોય. નાની વયે ગ્રોથ હોર્મોનનું નિર્માણ મોટી માત્રામાં થાય છે આ હોર્મોન શરીરને યુવાની આપે છે અને જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ શરીરમાં ગ્રોથ હોર્મોન બરાબર બનતા નથી. 30ની ઉંમર બાદ શરીરમાં ગ્રોથ હોર્મોનની ક્ષમતા 25 ટકા ઘટી જાય છે.
આપણા શરીરમાં જે હોર્મોન છે તે હ્યૂમન ગ્રોથ હોર્મોન શરીરના સ્નાયૂ અને કોશિકાઓના વિકાસમાં મદદ કરે છે. એચજીએસનું ઉત્પાદન પિટ્યૂટરી ગ્લેંડમાં થાય તેના વિના શરીરમાં સ્નાયૂનું ગઠન અને હાડકાની ઘનતા શક્ય નથી. કોઈપણ વ્યક્તિનું કદ વધે તે માટે આ તત્વ સૌથી વધારે જરૂરી હોય છે. કેલ્શિયમની પર્યાપ્ત માત્રા શરીર માટે જરૂરી છે. યોગની મદદથી પણ શરીરનો ગ્રોથ થાય છે.
ડાયાબિટીસ ન હોય તેવા લોકો કરતાં ડાયાહિટીસ હોય તેવા લોકોમાં ગ્રોથ હોર્મોનનું સ્તર 3થી 4 ગણુ વધારે હોય છે. ઈંસુલિન લેવાથી સ્થૂલતા વધે છે અને તેના પ્રભાવથી ગ્રોથ હોર્મોનનું સ્તર પણ વધે છે. તેથી ડાયાબિટીસ હોય તો ખાંડનો ઉપયોગ ઘટાડી સંતુલિત ભોજન લેવાનો આગ્રહ રાખો.
રાત્રે વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનવાળો ખોરાક ન લેવો. વધારે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનવાળો આહાર ઈંસુલિનને વધારે છે અને રાત્રે ગ્રોથ હોર્મોનને વધતા અકટાવી દે છે. તેથી રાત્રે સંતુલિત અને હળવો આહાર લેવો.
સતત તાણમાં રહેવાથી શરીરમાં એચજીએચની ઉપસ્થિતી ઘટી જાય છે. હસવાથી શરીર પર સકારાત્મક પ્રભાવ પડે છે અને હોર્મોનની વૃદ્ધિ થાય છે. તેથી ગ્રોથ હોર્મોન વધારવા દવા લેવા કરતાં જીવનશૈલીમાં ફેરફાર કરવો જોઈએ.
આહાર જે શરીરમાં વધારે છે ગ્રોથ હોર્મોન
ગ્રોથ હોર્મોન વધારતાં ખોરાકમાં માંસ, માછલી, ઈંડા, ડેરી ઉત્પાદનો, સોયા મિલ્કનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમે એમિનો એસિડની માત્રા વધારે હોય તેવો ખોરાક પણ ખાઈ શકો છો. આ ઉપરાંત નિયમિત વ્યાયામ અને શરીરની જરૂરીયાતને પણ જાણો. શરીરના વજનના પ્રત્યેક પાઉંડ માટે 8 ગ્રામ પ્રોટીન જરૂરી હોય છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EAPNVX
via Latest Gujarati News
0 Comments