
અંતે મોદીને 2-1થી ક્લિનચીટ મળી
નવી દિલ્હી, તા. 3 મે, 2019, શુક્રવાર
ચૂંટણી ભાષણોમાં સૈન્યનો ઉલ્લેખ કરવા બદલ અને રાહુલ ગાંધીને નિશાન બનાવીને લઘુમતિના સંદર્ભમાં ભાષણ આપવા બદલ પીએમ મોદી વિરૃદ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ થઈ હતી. એમાં મોદીને ક્લિનચિટ તો મળી, પરંતુ એ સુનાવણીમાં અધિકારીઓ વચ્ચે મતભેદો હતા.
ચૂંટણીપંચના સૂત્રોના કહેવા પ્રમાણે નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વાયનાડ બેઠક ઉપરની ઉમેદવારી બાબતે લઘુમતિ મતદારોના સંદર્ભમાં ટીપ્પણી કરી હતી.
વળી, એક ભાષણમાં સૈન્યનો ઉલ્લેખ કર્યો હતો. એ બાબતે વડાપ્રધાન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ હતી. આચારસંહિતાના ભંગની ફરિયાદ બાબતે ચૂંટણીપંચના ત્રણ અધિકારીઓની પેનલે સુનાવણી હાથ ધરી હતી.
સુનાવણી દરમિયાન ત્રણમાંથી એક ચૂંટણી કમિશનરે મોદીના ભાષણો આચારસંહિતાનો ભંગ હતો એવો મત આપ્યો હતો. એ માટે તેમને દોષી માન્યા હતા. એક અધિકારીએ મોદીના ભાષણો બાબતે ક્લિનચિટ આપી હતી.
આખરે ત્રીજા અધિકારીના મતના આધારે મોદીના કેસનો નિર્ણય આવવાનો હતો. ત્રીજા અધિકારીએ મોદીને ક્લિનચિટ આપી હતી. ચૂંટણીપંચના સૂત્રોના કહેવા પ્રમાણે બેઠકમાં ચર્ચા-વિચારણાના અંતે ચૂંટણી કમિશનરની ત્રણ સભ્યોની પેનલમાં ૨-૧થી મોદીને ક્લિનચિટ આપવાનો નિર્ણય લેવાયો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GVaH2n
via Latest Gujarati News
0 Comments