(પીટીઆઇ) નવી દિલ્હી, તા.16 મે, 2019, ગુરૂવાર
ચૂંટણી પંચે પોતાની વિશ્વસનીયતા અને સ્વતંત્રતા ગુમાવી દીધી છે અને હવે સમય પાકી ગયો છે કે ચૂંટણી સમિતિની નિમણૂકની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવે તેમ કોંગ્રેસે આજે જણાવ્યું હતું.
શું કોડ ઓફ કન્ડક્ટ મોદી કોડ ઓફ મિસકન્ડક્ટ બની ગયું છે તેવો પ્રશ્ર પૂછતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું છે કે ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના ત્રણ દિવસ પહેલા પ્રચાર બંધ કરાવી દેવો ભારતની લોકશાહી અને ચૂંટણી પંચ જેવી સંસ્થાઓ માટે કાળા ડાધ સમાન છે.
ભારતના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી પંચે બંધારણની કલમ ૩૨૪નો ઉપયોગ કરીને ગુરૃવાર રાતે ૧૦ વાગ્યે પશ્ચિમ બંગાળની ૯ બેઠકો પર પ્રચાર બંધ કરાવી દીધો હતો. ભાજપ અને તૃણમુલના કાર્યકરો વચ્ચે થયેલી અથડામણને પગલે નિર્ધારિત સમયના એક દિવસ પહેલા જ ચૂંટણી પ્રચાર બંધ કરાવી દેવામાં આવ્યો હતો. સૂરજેવાલાએે ચૂંટણી પંચની ટીકા કરતા જણાવ્યું હતું કે હવે એ સમય પાકી ગયો છે કે ચૂંટણી પંચની નિમણૂકની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવે.
સૂરજેવાલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ એક જવાબદાર પક્ષ છે અને તેણે ત્યારે ક્યારેય પણ ચૂંટણી પંચ જેવી સંસ્થાઓ સામે બિનજરૃરી આક્ષેપો કર્યા નથી. સૂરજેવાલાએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પંચે વડાપ્રધાનની રેલીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર બંધ કરવાનો સમય નક્કી કર્યો છે. પ્રચારના અંતનો સમય એવી નક્કી કરવામા આવ્યો હતો કે મોદીની મથુરાપુર અને દુમ દુમની રેલી સરળતાથી પૂર્ણ થઇ જાય.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JnlINJ
via Latest Gujarati News
0 Comments