દિગ્ગીરાજા માટેના રોડ શોમાં પોલીસ કર્મીઓને પણ ભગવા ખેસ પહેરાવાયા

નવી દિલ્હી, તા. 8. મે. 2019 બુધવાર

લોકસભા ચૂંટણીની હાઈપ્રોફાઈલ બેઠકો પૈકીની એક ભોપાલ બેઠક પર હવે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાનો મુકાબલો કરવા ખુલ્લેઆમ હિન્દુ કાર્ડ ઉતરી ચુક્યા છે.

ગઈકાલે સાધુઓ પાસે હવન કરાવ્યા બાદ આજે દિગ્ગીરાજાના સમર્થનમાં કોમ્પ્યુટર બાબાએ ભોપાલમાં રોડ શો કર્યો હતો.જેમાં મોટી સંખ્યામાં સાધુઓ ઉમટી પડ્યા હતા.

ત્યાં સુધી તો ઠીક છે પણ રોડ શોમાં સાદા કપડામાં પોલીસ કર્મીઓને તૈનાત કરીને તેમને પણ ભગવો ખેસ પહેરાવી દીધો હતો.જેમાં મહિલા પોલીસ કર્મીઓ પણ સામેલ છે.

જ્યારે પોલીસ કર્મીઓએ આ બાબતે આયોજકોને પૂછ્યુ ત્યારે જવાબ મળ્યો હતો કે, રોડ શો દરમિયાન ભગવો ખેસ પહેરી રાખજો.

જે દિગ્વિજયસિંહે હિન્દુ આતંકવાદીની થીયરી ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો તે જ દિગ્વિજયસિંહના રોડ શોમાં ભગવા રંગને અપાઈ રહેલુ મહત્વ મતદારોને હેરાન કરતુ હશે તો નવાઈ નહી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H4R87Y
via Latest Gujarati News

Post a Comment

0 Comments