અહીં તો લગભગ રોજ રંગદ્વેષ સહેવો પડે છે

સિડની / લંડન તા.8 મે 2019 બુધવાર

 મૂળ પાકિસ્તાની કૂળના બ્રિટિશ અભિનેતા રીઝ અહમદે કહ્યું હતું કે અમેરિકા યૂરોપના દેશોમાં લગભગ રોજ અમારે રંગદ્વેષનો ભોગ બનવું પડે છે.

તાજેતરમાં ઓસ્ટ્રેલિયન એરપોર્ટ પર રીઝના ભાઇને કડવો અનુભવ થયો હતો જેની વિગતો રીઝે આપી હતી. એણે સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે મારો ભાઇ કામરાન મનોચિકિત્સક છે. ડૉક્ટર છે છતાં ઓસ્ટ્રેલિયન એરપોર્ટ પર એણે રંગદ્વેષ સહન કરવાનો આવ્યો હતો.

રીઝે કામરાનનો અનુભવ કામરાનના શબ્દોમાં વર્ણવ્યો હતો. 

કામરાનને એની પાછળ ઊભેલા માણસે કહ્યું, એય કાળિયા જલદી કર... અમારો ટાઇમ વેસ્ટ થાય છે... મેં (કામરાને ) વિનંતીના સ્વરે કહ્યું કે જરા સભ્યતાથી વાત કરો.. તો પેલાએ ચોપડાવી કે સભ્યતા અમે શોધી અને દુનિયા આખીને શીખવી છે. તમારી પાસે અમારે શીખવાની નથી સમજ્યો ને... 





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H5WYWu
via Latest Gujarati News

Post a Comment

0 Comments