નવી દિલ્હી, તા. 8. મે. 2019 મંગળવાર
પાકિસ્તાનના લાહોર ખાતે આવેલી સૌથી જાણીતી સૂફી દરગાહ પૈકીની એક દાતા દરબાર ખાતે બ્લાસ્ટના પગલે દોડધામ મચી ગઈ હતી.
પવિત્ર રમઝાન માસનો હજી તો પ્રારંભ જ થયો છે ત્યારે આ બ્લાસ્ટના પગલે લાહોરમાં કોહરામ થયો હતો.બ્લાસ્ટમાં 19 જેટલા લોકો ઘાયલ થયા છે.એક પાક અખબારના કહેવા પ્રમાણે ચાર પોલીસ કર્મીઓ મોતને ભેટ્યા છે.
આ બ્લાસ્ટમાં પોલીસનુ વાહન ટાર્ગેટ પર હતુ.જોકે બ્લાસ્ટ કરનાર આત્મઘાતી હુમલાખોર હતો કે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો તે હજી સ્પષ્ટ થયુ નથી.હાલમાં સ્થળ પર બચાવ કામગીરી ચાલી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YecUwJ
via Latest Gujarati News
0 Comments