નવી દિલ્હી, તા. 8. મે. 2019 મંગળવાર
23 મેના રોજ લોકસભા ચૂંટણીની મતગણતરીનુ કાઉન્ટડાઉન શરુ થઈ ચુક્યુ છે ત્યારે આ વખતે પરિણામો જાહેર થવામાં ચાર થી પાંચ કલાકનો વિલંબ થઈ શકે છે.
ચૂંટણી પંચે આવી શક્યતા જાહેર કરીને કહ્યુ છે કે, આ વખતે ઈવીએમ સાથે વીવીપીએટની પણ સરખાણમઈ કરવામાં આવશે.જેમાં થોડો સમય જશે.આ વખતે ચૂંટણી પરિણામ જાહેર કરવામાં મોડુ થઈ શકે છે.
આ વખતે ઈવીએમની સાથે વીવીપેટ મશિનોનો ઉપયોગ થયો છે.જેમાં વોટ નાંખ્યા બાદ સ્લીપ જનરેટ થાય છે.જ્યારે મતગણતરી થશે ત્યારે દરેક વિધાનસભા મત વિસ્તારના પાંચ ઈવીએમ મશીનમાં જોવા મળેલા વોટ સાથે વીવીપેટ મશીનમાંથી સ્લીપ કાઢીને તેની પણ સરખાણમી થશે.સ્લીપ અને મતને સરખાવવામાં આવશે.
જોકે વિપક્ષો તો પાંટ નહી પચાસ ટકા ઈવીએમ સાથે વીવીપેટની સ્લીપોને સરખાવવાની માંગ કરી રહ્યા છે.જેને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ ફગાવી દીધી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YeutNq
via Latest Gujarati News
0 Comments