ભીંડાથી થાય છે આ 10 લાભ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ


અમદાવાદ, 8 મે 2019, બુધવાર

ભીંડાનું શાક નાના મોટા સૌ કોઈને પ્રિય હોય છે. ભીંડા જેટલા સ્વાદિષ્ટ લાગે છે તેટલા જ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વો હોય છે. ભીંડાનું સેવન કરવાથી આંખનું તેજ વધે છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને તેના ઉપયોગથી બનેલું માસ્ક એંટી એજિંગ સાબિત થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ ભીંડાના આવા જ લાભ વિશે. 

1 વાટકી ભીંડાના ગુણ

ભીંડામાં 33 કેલેરી અને 0.2 ગ્રામ ફેટ હોય છે. તેમાં સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, આયરન હોય છે. 

ભીંડાના પાણીનું કરો સેવન

2 ભીંડાને બરાબર ધોઈ અને ટુકડા કરી તેને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે આ પાણીમાંથી ભીંડાને કાઢી અને તેને પી જવું. આ પાણી ઈન્સુલિન સમાન કામ કરે છે અને બ્લડ શુગરને નિયંત્રિત કરે છે. ભીંડાને તેલમાં સાંતળી અને તેમાં લીંબૂ અને નમક ઉમેરી નાસ્તાની જેમ પણ લઈ શકાય છે. જો કે તેમાં વધારે પડતા તેલ કે મસાલાનો ઉપયોગ કરવાનું ટાળવું પણ જરૂરી છે.

વજન ઘટાડવા માટે

ભીંડાના પાણીનું નિયમિત સેવન કરવાથી વજન ઝડપથી ઘટે છે. તેનાથી શરીરમાં મેટાબોલિઝમ અને પાચનક્રિયા સુધરે છે. તેનાથી વજન ઝડપથી ઘટે છે. 

બ્લડ શુગર કંટ્રોલ

ભીંડામાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ હોય છે. જે શુગર લેવરને કંટ્રોલમાં કરે છે. તેમાં ફાઈબર પણ હોય છે જે ગ્લૂકોઝને શોશી લે છે અને શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.

પાચન તંત્ર

તેમાં ફાઈબર પ્રચુર માત્રામાં હોય છે જે પાચનતંત્રને સુધારે છે. તેનાથી પેટ ફૂલવું, પેટમાં દુખાવો, કબજિયાત, એસિડિટી, ડાયેરિયા જેવી બીમારી થતી નથી.

આંખનું તેજ વધારે છે

ભીંડામાં વિટામિન એ અને સી ભરપૂર પ્રમાણમાં હોય છે તેનું સેવન કરવાથી આંખનું તેજ વધે છે. ભીંડામાં લ્યૂટિન, બીટા કેરોટીન જેવા એન્ટી ઓક્સીડન્ટ તત્વ હોય છે જે આંખની બીમારીનું જોખમ ઘટાડે છે. 

ગર્ભવતી મહિલાઓ માટે 

ભૃણના વિકાસ માટે ભીંડા ખાવા જરૂરી છે. તેમાં ફોલેટ નામનું તત્વ હોય છે તે ભૃણના વિકાસને ગતિ આપે છે. 

હૃદયને રાખે છે સ્વસ્થ

ભીંડાનું પાણી રોજ પીવાથી હૃદયની બીમારીઓ થતી નથી. ભીંડાનું સેવન કરવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ ઘટે છે. 

ભીંડાના લાભ ત્વચા માટે

તડકામાં વધારે સમય રહેવાથી સ્કીન કાળી થઈ જાય છે. આ ઉપરાંત ગરમીમાં ખીલ, ડ્રાય સ્કીનની તકલીફ પણ થાય છે. તેવામાં ભીંડાના માસ્કનો ઉપયોગ લાભ કરે છે. આ માસ્ક બનાવવા માટે 2 ભીંડાને બરાબર પીસી તેમાં લીંબૂનો રસ, મધ ઉમેરી ચહેરા પર 15 મિનિટ લગાવો. ત્યારબાદ ઠંડા પાણથી ચહેરો સાફ કરી લો. આ પેસ્ટ ચહેરા પર લગાવવાથી ડ્રાયનેસ દૂર થાય છે અને ત્વચા પરથી રેશેસ દૂર થાય છે. ભીંડાને સમારી 30 મિનિટ માટે પાણીમાં રાખો ત્યારબાદ આ પાણીને રૂની મદદથી ચહેરા પર લગાવો તેનાથી ત્વચા બેદાગ થઈ જશે. 

ત્વચા ઉપરાંત ભીંડા વાળ માટે પણ લાભકારી છે. તેના માટે ભીંડાને સમારી પાણીમાં ઉકાળો, 30 મિનિટ બાદ તેને ઠંડુ કરી તેમાં લીંબૂનો રસ ઉમેરી તેને વાળના મૂળમાં લગાવો. 30 મિનિટ બાદ શેમ્પૂ કરી લો. આ ઉપાય સપ્તાહમાં 3થી 4 વાર કરવો. તેનાથી વાળમાંથી ખોડો દૂર થશે અને વાળનો ગ્રોથ પણ વધશે. 

કર્લી વાળ હોય તો તેના માટે ભીંડાને પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ તેમાં મધ અને ઓઈલ ઉમેરી તેની પેસ્ટ બનાવી વાળમાં લગાવો. આ પેસ્ટથી વાળને મોઈશ્ચર મળશે અને ખોડો દૂર થશે. 





from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VV9mC2
via Latest Gujarati News

Post a Comment

0 Comments