પતિની નજર સામે પત્ની પર ત્રણ કલાક ગેંગરેપથી રાજસ્થાનમાં હાહાકાર

નવી દિલ્હી, તા. 8. મે. 2019 મંગળવાર

રાજસ્થાનના અલવરમાં એક મહિલા પર તેના પતિ સામે જ ત્રણ કલાક સુધી ગેંગરેપની ઘટના બાદ રાજસ્થાનમાં હાહાકાર મચી ગયો છે. આખા દેશમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડવાની સાથે કોંગ્રેસની સરકારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ પ્રશ્નો ઉઠ્યા છે.

અલવરના થાનાગાજી વિસ્તારમાં મહિલા પોતાના પતિ સાથે બજારમાં શોપિંગ કરવા જઈ રહી હતી ત્યારે સૂમસામ રોડ પર પાંચ હેવાનોએ આ દંપતિની મોટરસાયકલને આંતરી હતી.એ પછી મહિલા અને તેના પતિને રસ્તાની એક તરફ રેતીના ઢૂવા પાછળ લઈ ગયા હતા.

મહિલાના પતિને બદમાશોએ ડંડા વડે મારવાનુ શરુ કર્યુ હતુ. પતિને બચાવવા મહિલાએ હવસખોરોના તાબે થવુ પડ્યુ હતુ. પતિની નજર સામે પાંચે શેતાનોએ મહિલા પર ત્રણ કલાક સુધી રેપ કર્યો હતો અને તેમની પાસેના 2000 રુપિયા પણ લૂંટી લીધા હતા.

પતિ પત્ની આ ઘટના બાદ આઘાતમાં સરી પડ્યા હતા. રેપ કરનારાઓએ ઘટનાનુ રેકોર્ડિંગ પણ કર્યુ હતુ. મહિલાના એક સબંધીએ કહ્યુ હતુ કે, આ ઘટના બાદ આરોપીઓએ વિડિયો વાયરલ કરવાની ધમકીઆપીને 9000 રૂપિયા માંગ્યા હતા. એ પછી પતિ પત્નીએ અમને જાણ કરી હતી.

જોકે આ ઘટના બાદ કોંગ્રેસ સરકાર પણ કાળો ધબ્બો લાગી ગયો છે. સરકારે અલવરના એસપીની બદલી કરી નાંખી છે. થાનાગાજી વિસ્તારના પોલીસ મથકના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરી દેવાયો છે.

રેપ કરનારાઓ પૈકી એક ટ્રક ડ્રાઈવર ઈન્દ્રરાજ છે. તમામ આરોપી ટ્રક ડ્રાઈવર અથવા હેલ્પર છે. વીડિયો વાયરલ કરનાર મુકેશ ગુર્જર નામના વ્યક્તિને પણ પકડવામાં આવ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DX0DoM
via Latest Gujarati News

Post a Comment

0 Comments