નીના ગુપ્તા આગામી ફિલ્મમાં અક્ષય કુમારની માતાની ભૂમિકામાં જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.  6 મે 2019, સોમવાર

રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી'માં અક્ષય કુમાર સાથે કેટરિના કૈફ કામ કરી રહી છે. હવે આ ફિલ્મને લગતી નવી વાત એ છે કે, નીના ગુપ્તા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવવાની છે. નીના ગુપ્તા અક્ષયની માતાના પાત્રમાં જોવા મળશે. 

'' આ એક પરંપરાગત  માતાનો રોલ નથી. આ એક રસપ્રદ રોલ છે. આ ફિલ્મમાં તમને સ્ટિરિયોટાઇપ માતા નહીં જોવા મળે જે પોતાના પુત્રની ખાવાની કાળજી રાખતી હોય કે પછી લગ્ન માટે સમજાવતી હોય. પરંતુ આ ફિલ્મમાં માતાનો એક અલગ જ અંદાજ  જોવા મળશે. અક્ષય કેટરિના અને મારી એક અનોખી કેમિસ્ટ્રી હશે.મને જેવી તક જોઇતી હતી તેવી મળી છે, તેનાથી હું સંતુષ્ટ છું.મને રોહિત શેટ્ટી સાથે તેની આગામી ફિલ્મોમાં પણ કામ કરવાની ઇચ્છા છે. તેણે ઘણી સારી ફિલ્મો બનાવીને દર્શકોને ખુશ કરી દીધા છે, '' તેમ નીના ગુપ્તાએ જણાવ્યું હતું.

નીના ગુપ્તાએ 'બધાઇ હો' ફિલ્મમાં કામ કરીને બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ પણ મેળવ્યો છે. તેણે કબૂલ્યુ ંહતુ ંકે, અમિત શર્માએ તેને ફિલ્મોમાં ફરી તક આપીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરવાજા ફરી ખોલી દીધા છે. નીના ગુપ્તા મનોરંજનની દુનિયામાં છેલ્લા ૩૫-૪૦ વરસથી છે. પરંતુ તેને ઘણા સમયથી ફિલ્મોમાં કામ મળતું નહોતું. તેથી તેણે સોશિયલ મીડિયા પર કામ મેળવવા માટે પોસ્ટ મૂકવી પડી હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VO6siv
via Latest Gujarati News

Post a Comment

0 Comments