અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે થશે સુનવણી


નવી દિલ્હી, તા. 09 મે 2019, ગુરુવાર

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે શુક્રવારે સુનવણી થશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચ અયોધ્યા મામલે મધ્યસ્થી માટે બનાવવામાં આવેલી કમિટિના રિપોર્ટ પર સુનવણી કરશે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલો શુક્રવારે સુનવણી માટે લીસ્ટેડ કર્યો છે.

સુપ્રીમ કોર્ટ તરફથી ગઠન કરવામાં આવેલી આ કમિટિમાં અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એફએમઆઇ  કલીફુલ્લા સિવાય આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર અને સુપ્રીમ કોર્ટના સિનિયર વકિલ શ્રીરામ પંચૂ સામેલ છે. જે બાદ ફરી એકવાર આ મામલે આવતીકાલે શુક્રવારે સુનવણી થશે.

અયોધ્યા મામલે બનાવવામાં આવેલી સુપ્રીમ કોર્ટની બંધારણી બેચમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ, જસ્ટીસ એસએ બોબડે, જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ અબ્દુલ નજીર સામેલ છે. બંધારણીય બેચની અધ્યક્ષતા ચીફ જસ્ટીસ કરી રહ્યાં છે.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Yl1yr8
via Latest Gujarati News

Post a Comment

0 Comments