INS વિરાટને ટેક્સી બનાવવાના આરોપનું પૂર્વ નૌસેનાના એડમિરલે કર્યું ખંડન


નવી દિલ્હી, તા. 09 મે 2019, ગુરુવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર INS વિરાટને લઇને લગાવવામાં આવેલા આરોપો લગાવ્યા બાદ પૂર્વ એડમિરલ(નિવૃત્ત) એલ. રામદાસે આ દાવાઓનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું છે કે, રાજીવ ગાંધીએ ક્યારેય પણ INS વિરાટ પર રાજા નહોતી માણી.

વડાપ્રધાન મોદીના આ દાવાને નૌસેનાના પૂર્વ પ્રમુખ સહિત ચાર પૂર્વ અધિકારીઓએ પણ ફગાવ્યા છે. એડમિરલ રામદાસે સ્પષ્ટ કર્યું કે, તે સમયે રાજીવ ગાંધીએ એક સત્તવાર પ્રવાસે હતા અને તેમની સાથે કોઇ મિત્ર કે વિદેશી હાજર નહોતા. વાઇસ એડમિરલ અને INS વિરાટને તત્કાલિન કમાંડિંગ ઓફિસર વિનોદ પસરીચાએ કહ્યું કે રાજીવ ગાંધી તે દરમિયાન એક સત્તાવાર પ્રવાસે હતા અને કોઇ પિકનિક નહોતા મનાવી રહ્યાં.

ઉલ્લેખનિય છે કે, બુધવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, જે લોકો આજે કહી રહ્યાં છે કે, સેના કોઇની જાગીર નથી, તે પરીવારના લોકોએ INS વિરાટને પ્રાઇવેટ ટેક્સીની જેમ ઉપયોગ કર્યો હતો.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/309gYAc
via Latest Gujarati News

Post a Comment

0 Comments