દેશના પ્રથમ વડાપ્રધાન નહેરૂની આજે પુણ્ય તિથિ: જાણો, કયા નેતાએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, તા. 27 મે 2019 સોમવાર

ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરૂની આજે 27મેએ 55મી પુણ્ય તિથિ છે. 

UPAના ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ તેમજ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પણ શ્રદ્ધાંજલિ આપવા શાંતિવન પહોંચ્યા હતા.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પંડિત જવાહરલાલ નેહરૂને તેમની પુણ્ય તિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા રાષ્ટ્ર માટે આપેલા તેમના યોગદાન માટે યાદ કર્યા.

પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નેહરૂનો જન્મ 14 નવેમ્બર, 1889એ અલાહાબાદમાં થયો હતો. 1947માં ભારતને આઝાદી મળ્યા બાદ તેઓ સ્વંતત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.

સંસદીય સરકારની સ્થાપના અને વિદેશી બાબતો પર નિરપેક્ષ નીતિઓની શરૂઆત જવાહરલાલ નેહરૂ તરફથી કરવામાં આવી હતી. નહેરૂ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવનાર પહેલા વ્યક્તિ હતા. 

પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નેહરૂની 27 મે 1964ની સવારે તબિયત ખરાબ થઇ ગઇ, ત્યારબાદ તેમનું નિધન થઇ ગયું. તેમના જન્મદિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમને 11 વાર નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HWMcCz
via Latest Gujarati News

Post a Comment

0 Comments