વિધાનસભા ચૂંટણી લડીને ઉપપ્રમુખ પ્રધાન પદ યુવા સેના પ્રમુખ લેવાની ચર્ચા


- વરૂણ સરદેસાઈએ કરી ઈન્સ્ટાગ્રામ ઉપરથી માંગણી,  'લક્ષ્ય વિધાનસભા-૨૦૧૯' ટેંગલાઈન

(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 27 મે 2019, સોમવાર

શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેથી ચાલતી આવતી વિધાનસભા અથવા લોકસભા ચૂંટણી નહિં લડવાની પરંપરા ઉધ્ધવ ઠાકરે શિવસેના પક્ષ પ્રમુખ બન્યા બાદ પણ જાળવવામાં આવી પણ ૫૪ વર્ષ બાદ શિવસેનાના નેતૃત્વ કરનાર ઠાકરે પરિવારની ચૂંટણી નહીં લડવાની પરંપરા ઉધ્ધવ પુત્ર અને યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરે ખંડિત કરશે એવી ચર્ચા સાંભળવા  મળે છે. આદિત્ય ઠાકરેની ઉમેદવારીથી શિવસેનામાં નવી ચેતના જાગૃત થશે એવું કહેવાય છે અને તેઓ જો ચૂંટણી લડશે તો વાંદરા (પૂર્વ) અથવા શિંવડી આ મતવિસ્તારમાં તેઓ ચૂંટણી મેદાનમોં ઝંપલાવશે આ સવાલ ચર્ચાઈ રહ્યો છે.

યુવાસેનાના સેક્રેટરી વરૂણ સરદેસાઈએ ઈન્સ્ટાગ્રામ ઉપર આદિત્ય ઠાકરેએ ચૂંટણી લડવી  એની માંગણી કરીને, 'આજ અવસર અને મોકો છે, 'લક્ષ્ય વિધાનસભા-૨૦૧૯' આવા શબ્દો ટેંગ કર્યા છે. બાળાસાહેબ ઠાકરેએ ક્યારે પઁણ ચૂંટણી લડી નથી. ઉધ્ધવ ઠાકરેએ પણ ચૂંટણી ના લડવાનો નિર્ણય કર્યો હતો અને આદિત્ય પ્રત્યે સવાલ કરતા તેમણે કહ્યું કે, આદિત્ય  આ અંગે પોતે જ નિર્ણય કરશે.

૧૩ જૂન આ આદિત્ય ઠાકરેનો જન્મદિવસ છે અને એ દિવસે આદિત્ય ઠાકરે ચૂંટણી લડવાના સંદર્ભે જાહેરાત થઈ શકે છે. આદિત્ય ઠાકરે ચૂંટણી મેદાનમાં ઝંપલાવે તો યુવાનોના મત તેઓ શિવસેના તરફ ખેંચવા માટે મદદગાર સાબિત થઈ શકશે. આદિત્ય નવી સરકારમાં  નાયબ મુખ્ય પ્રધાન પણ બની શકશે એવી ચર્ચા છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ECniap
via Latest Gujarati News

Post a Comment

0 Comments