
(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 27 મે 2019, સોમવાર
વિધાનસભાના માજી વિરોધી પક્ષ નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલ ભારતીય જનતા પાર્ટીમાં જવાની તૈયારીમાં છે. વિખે પાટિલ સાથે કોંગ્રેસના કેટલા વિધાનસભ્યો ભાજપમાં જવાની શક્યતા હોવાની ચર્ચા છે.
લોકસભા ચૂંટણી- ૨૦૧૯ના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસ અને એનસીપીમાં ઉદાસીનતા આવી છે અને કોંગ્રેસના વિધાનસભ્યો છે. ભાજપમાં જવા માટે તૈયારી કરતા હોવાની ચર્ચા છે. ઔરંગાબાદના હોદ્દેદાર અને વિધાનસભ્ય અબ્દુલ સત્તારએ બળવો કર્યો ત્યારે પાર્ટીએ તેમને કાઢી મુકયા. હવે તેઓ રાધાકૃષ્ણ વિખે પાટિલ સાથે પોતાના આશરે ત્રણથી ચાર સાથીઓ સાથે ભાજપમાં પ્રવેશ કરવાની શક્યતા ચર્ચાય છે.
અહેમદનગરમાં ડો. સુજય વિખે પાટીલની જીતના કારણે મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ પ્રધાનમંડળનું વિસ્તરણ અને એ પ્રધાનમંડળમાં રાધાકૃષ્ણ વિખે પાટીલની સમાવેશ પાકો માનવામાં આવે છે. વિખે પાટિલને મહત્ત્વના વિભાગ ફાળવવામાં પણ ચર્ચા છે. વિખે પાટિલ અને અબ્દુલ સત્તાર સાથે હજી ત્રણ- ચાર વિધાનસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K8oLc7
via Latest Gujarati News
0 Comments