મહારાષ્ટ્રની જેલોના કેદીઓએ બનાવેલી ચીજો ટૂંક સમયમાં ઓનલાઇન વેચાશે


મુંબઇ, તા. 27 મે 2019, સોમવાર

નાગરિકો તેમના ઘરે બેઠા બેઠા એક બટન ક્લિક કરીને કેદીઓના પુનવર્સન માટેની મહારાષ્ટ્ર સરકારની યોજનામાં મદદગાર બની શકે છે. આવું એટલા માટે શક્ય બનશે કે અપરાધી ઠરેલા કેદીઓએ બનાવેલાં તૈયાર કપડાં, કારપેટ, ફર્નિચર, પેઇન્ટિંગ્સ, મૂર્તિઓ અને કન્ફેક્શની (મિષ્ઠાન) જેવી ચીજવસ્તુઓ ઓનલાઇન રીટેલરો પાસેથી મેળવી શકાશે.

જેલના પુનવર્સન પ્રોગ્રામનો એક મુખ્ય ઘટક કેદીઓ કૈશલ (આવડત) મેળવે તે છે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (જેલ) દીપક પાંડેએ જણાવ્યું હતું કે અમારે ત્યાં અત્યંત કૌશલ ધરાવતા કેદીઓ છે અને એમાંના કેટલાક કેદીઓ તો આર્ટિસ્ટ પણ છે. અમે તેમની પ્રતિભાનો વ્યાવસાયિક ધોરણે ઉપયોગ કરવા માગીએ છીએ અને તે માટેના પ્લેટફોર્મ તરીકે એમેઝોન અને ફ્લિપકાર્ડ જેવા પોર્ટલની સહાય અમે લઇશું.

એક વરિષ્ઠ જેલ અધિકારીએ કહ્યું હતું કે હાલમાં કેદીઓએ બનાવેલી ચીજવસ્તુઓ થાણે, નાગપુર, નાશિક અને પુણેની જેલોના પરિસરમાંના શોરૂમોમાં વેચવામાં આવે છે પરંતુ વેચાણને જોઇએ તેટલો અધિક પ્રતિસાદ મળતો નતી. આજ ઉત્પાદનો ઓનલાઇન મૂકીશું તો વેચાણની શક્યતા પણ વધશે  અને વધુ ગ્રાહકો સુધી પહોંચી શકાશે.

જેલમાંના પ્રત્યેક કેદીને તેની આવડત ખીલવવાની તક મળવી જ જોઇએ. જેલના ઉત્પાદનો ઓનલાઇન પોર્ટલ્સ પર એકબ્રાન્ડ બને એમ અમે ઇચ્છીએ છીએ. આ યોજના અમલમાં મૂકવા અલાયદા મહારાષ્ટ્ર સ્ટેટ પ્રિઝન કોર્પોરેશનની રચના કરાશે એમ તેમણે ઉમેર્યું હતું. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EDXASK
via Latest Gujarati News

Post a Comment

0 Comments