
(પીટીઆઈ) ગોપેશ્વર, તા. 10 મે, 2019, શુક્રવાર
શિયાળાના લાંબા અંતરાલ બાદ શુક્રવારે બદ્રીનાથ મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે ફરીથી ખોલવામાં આવ્યા હતા. હિમાલયમાં આવેલા યાત્રાધામના મુખ્ય પુજારી ઈશ્વરી પ્રસાદ નંબુદિરીએ ધાર્મિક વિધિઓ બાદ સવારે ૪:૧૫ કલાકે ત્યાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ, મંદિર સમિતિ અને વહીવટી અધિકારીઓની હાજરીમાં મંદિરના કપાટ ખુલ્લા મુક્યા હતા.
મંદિર સમિતિના અધિકારીએ જણાવ્યા પ્રમાણે ઉંચાઈએ આવેલા મંદિરના દ્વાર ખુલવાના પ્રથમ દિવસે જ ૧૦,૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓએ મંદિરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્ય અને પૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલ નિશંક પણ ઉપસ્થિત રહ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Yoqn5w
via Latest Gujarati News
0 Comments