પશ્ચિમ બંગાળની સરકારે નવા ગૃહ સચિવ નિમ્યા: દસ જિલ્લા મેજીસ્ટ્રેટની બદલી


(પીટીઆઇ) કોલકાતા, તા. 28 મે, 2019, મંગળવાર

પશ્ચિમ બંગાળની સરકારે સોમવારે અલાપન  બંદોપાધ્યાયને નવા ગૃહ સચિવ નિમ્યા હતા અને કેટલાક આઇએસ અને આઇપીએસ સહિત દસ જીલ્લા મેજીસ્ટ્રેટની બદલી કરી હતી.

અત્રી ભટ્ટાચાર્યની જગ્યાએ  અલાપન બંદાપાધ્યાય આવ્યા છે. ભટ્ટાચાર્યને ચૂંટણી પંચે ટ્રાન્સફર કર્યા ત્યારે ચિફ સેક્રેટરી મોલોય દા ગૃહ વિભાગ જોતા હતા. એમએસએમઇ અને ઉદ્યોગોના વધારાના ચાર્જ સાથે બંદોપાધ્યાય હવે વાણીજ્ય અને એન્ટરપ્રાઇઝીઝ પણ જોશે.

 ઉત્તર બંગાળ વિકાસ વિભાગનો  નવા ચીફ સચિવનો હવાલો અજીત રંજન બર્ધન પાસે રહેશે. તેઓ અગાઉ યુવક સેવા અને રમત વિભાગમાં હતા. જલપાઇગુરીના કમિશનર બરૂણ કુમાર રેને માલ્દાના કમિશનર બનાવવામાં આવ્યા હતા.

પંચાયત અને ગ્રામીણ વિકાસ વિબાગના સચિવ ચોટેન ડી લામાને પછાત વર્ગ કલ્યાણ વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા અને આદિવાસી વિભાગનો વધારોનો હવાલો સોંપાશે.લઘુમતી વિભાગના સચિવ પી.બી.સલીમને યુવક બાબતો અને રમતનો વધારો હવાલો સોંપાયો હતો.

 આઇપીએસમાં કરેલા ફેરફારમાં એડીજીપીના હોદ્દા પરથી સિધ્ધાર્થ ગુપ્તાને ખસેડી એડીગીપી(વહીવટ)માં મૂકવામાં આવ્યા હતા. બિધાનનગર પોલીસ કમિશનર ગ્યાવંત સિંહને કાયદો અને વ્યવસ્થાના એડીજીપી બનાવવામાં આવ્યા હતા. જયંત કુમાર બાસુને આર્થિક ગુનાઓના ડાયરેકટરેટ બનાવવામાં આવ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KclMzs
via Latest Gujarati News

Post a Comment

0 Comments