અનોખી ૫હેલ...પહેલાં વૃક્ષ રોપો પછી એડમિશન

વધતા જતા વૃક્ષોના છેદનને લીધે વરસાદમાં ઘટાડો અને ગરમીમાં સતત વધારો થઇ રહ્યો છે. લોકોએ પોતાની સુખાકારી માટે પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે જેનાથી વરસાદની અનિયમિતતા, હવાનું પ્રદૂષણ તેમજ ગ્લોબલ વોર્મિંગ જેવી અનેક સમસ્યાઓ સર્જાય છે ત્યારે આવી વિવિધ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને શહેરની શાહીબાગ વિસ્તારમાં આવેલી ધી એચ.બી.કાપડીયા પ્રાથમિક શાળા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં શાળામાં નવું એડિમશન લેવા આવતા દરેક વાલીઓને એક વૃક્ષ રોપીને તેને કાયમી ઉછેર કરવાનો મંત્ર આપવાનું કાર્ય કરવામાં આવ્યું  છે.  આ વિશે વાત કરતાં એચ.બી.કાપડીયા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ભીખુભાઇ આદ્રેજાએ કહ્યું કે, પર્યાવરણની જાળવણી એ આપણી પ્રાથિમક ફરજ છે.

હું નિયમિત વોકીંગ કરવા જાવ છું ત્યારે મારા મનમાંં વિચાર આવ્યો કે આવનારી પેઢીને શુદ્ધ હવા મળે પ્રકૃતિનું સંતુલન જળવાઇ રહે તે માટે વૃક્ષારોપણની એક પહેલ કરીને લોકજાગુ્રતિનું કાર્ય કરવું જોઇએ ત્યારે કાર્યને અમારી શાળાથી જ શરૃ કરવાનું વિચાર્યું અને શાળામાં આ વર્ષે ધોરણ ૧થી ૮માં નવું એડિમશન લેવા આવતાં દરેક બાળકના વાલીને આવો સંકલ્પનો મંત્ર આપીએ છીએ જેમાં વૃક્ષની રોપણી જાતે કરીને તેની માવજત પણ કરવાની રહેશે.  આવા સંકલ્પથી આવનારા વર્ષોમાં વૃક્ષોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ શકે છે. તેમજ વરસાદની ઋતુમાં પણ પડતર જમીનમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરવાનું કાર્ય કરવું જોઇએ. વાલીઓને પણ આવા સામૂહિક કાર્યમાં જોડીને એક સ્વસ્થ અને સ્વચ્છ સમાજની રચના કરીને નવી દિશા આપી શકાય છે. આવા સામાજિક જાગુ્રુતિના કાર્યથી બાળકોમાં સંસ્કારનું સિંચન થાય છે અને પર્યાવરણનું સંતુલન જળવાઇ રહે છે.  

નવા સત્રમાં વાલીઓની મીટિંગ બોલાવીને માહિતીગાર કરાશે

જૂન માસમાં નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ ૧થી ૮માં એડિમશન લેનારા વાલીઓની મીટિંગ બોલાવવામાં આવશે અને તેમાં દરેક વાલીઓને કયું વૃક્ષની રોપણી કરવી તેની માહિતી આપવામાં આવશે. જેમાં વાલીઓની પોતાના ઘરની આજુબાજુમાં કોઇને નડતર થાય નહીં તેવી રીતે વૃક્ષની રોપણી કરીને તેની માવજત કરવાનું કામ આપવામાં આવશે. તેમજ સમય મુજબ પંદર દિવસથી લઇને એક મહિનાના સમયગાળામાં તેનો ફોટોગ્રાફ પાડીને સ્કૂલમાં આપવાનો રહેશે જેનાથી સમાજને  સારો મેસેજ આપીને લોકો પોતાના પરિવારના સભ્યોની જેમ માવજત કરે છે તેમ સમયાંતરે વૃક્ષોનું જતન કરીને પર્યાવરણને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે. 

મારા ઘરે પીપળાના વૃક્ષની રોપણી કરી છે અને તેનો ઉછેર કરીશ

મારા દિકરા અમનનું ધોરણ ૬માં એડમિશન લેવા ગયા ત્યારે અમને સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા અમને એક વૃક્ષની રોપણી કરીને તેનો કાયમી ઉછેર કરવાનો મંત્ર આપ્યો હતો અને તેને ધ્યાનમાં લઇને મારા ઘરે પીપળાના વક્ષની રોપણી કરી છે. આવા લોકજોગુ્રતિના કાર્યથી પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણીય સંતુલન જાળવી શકાશે. આ કાર્યને અમારા પરિવારે પોતાના કોઇ એક સભ્યની જેમ જ વૃક્ષનો ઉછેર કરીને તેમની સંપૂર્ણ માવજત કરીશું. - પીન્ટુભાઇ મહેતા, વાલી 




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ywjy1L
via Latest Gujarati News

Post a Comment

0 Comments