GUના 54% સ્ટુડન્ટ માને છે કે, સોશિયલ મીડિયાથી નજીકના સંબંધોમાં અંતર આવે છે

ગુજરાત યુનિવર્સિટીના સોશિયલ વર્ક વિભાગના સ્ટુડન્ટ હેમલ પરમાર દ્વારા યુનિવર્સિટીના સ્ટુડન્ટસની સોશિયલ મીડિયા એક્ટિવિટી અને તેની અસરો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. રિસર્ચના આંકડા મુજબ યુનિવર્સિટીના ૫૪ ટકા સ્ટુડન્ટસ એવું માને છે કે, વધારે પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી નજીકના સંબંધોમાં અંતર આવે છે. પરંતુ સોશિયલ મીડિયા આદત બની હોવાથી છુટતુ નથી. ૪૮ ટકા સ્ટુડન્ટસ વ્હોટ્સએપ પર વધારે સમય વિતાવતા હોવાથી પોપ્યુલર એપ્લિકેશનમાં વ્હોટ્સએપ પ્રથમ સ્થાને છે. આ સાથે જ સ્ટુડન્ટસ પોતાના અભ્યાસને લગતી માહિતી શોધવા માટે અને માહિતીની આપ-લે કરવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.

36%થી વધારે સ્ટુડન્ટ સોશિયલ મીડિયાનો ઉપયોગ ૩ કલાકથી વધારે કરે છે

૩૬ ટકાથી વધારે સ્ટુડન્ટ સોશિયલ મીડિયાનો ઉપયોગ ૩ કલાકથી વધારે કરે છે. જેની અસર તેમના અભ્યાસ અને સામાજિક સંબંધો પર પડી રહી છે. ઘણા સ્ટુડન્ટસે સ્વિકાર્યું કે, તેઓ પોતાના ફેમેલી અને નજીકના મિત્રોનો સાથે સમય વિતાવી શકતા નથી. ઉપરાંત સોશિયલ મીડિયાની માનસિક અસર અભ્યાસ પર પણ પડી રહી છે.

ખોટા સમાચારની ચકાસણી કરી આગળ વધતા રોકે છે

૧૮થી ૨૫ વર્ષની ઉંમરના સ્ટુડન્ટ ૯૮ ટકા સોશિયલ મીડિયામાં ફરતા ખોટા સમાચાર અને ખોટી માહિતીની ચકાસણી કરે છે, વધુમાં તેઓ આવા ખોટા સમાચાર અને માહિતીને આગળ ફેલાવતા રોકે પણ છે. જ્યારે ૮૦ ટકા સ્ટુડન્ટસ સોશિયલ મીડિયામાં થતી ગેરરીતીની ગતીવિધીઓથી જાણકરા છે. ઉપરાંત ૬૬ ટકા સ્ટુડન્ટ સોશિયલ મીડિયાનો ઉપયોગ અભ્યાસ માટે કરે છે.

સામાજિક પ્રશ્રો અને સમસ્યાઓ પર કામ કરવાની વધારે મજા આવે છે

મને સામાજિક પ્રશ્રો અને સમસ્યાઓ પર કામ કરવાની વધારે મજા આવે છે, આજે સોશિયલ મીડિયાના વધારે પડતા ઉપયોગથી સોસાયટીના વડિલો ચિંતા કરી રહ્યાં છે, પરંતુ આજના સ્ટુડન્ટસ સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે સજાગ બન્યા છે. સાથે જ તેઓ પોતાના એજ્યુકેશનલ ઉપયોગ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે. 

- હેમલ પરમાર



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hi1BOy
via Latest Gujarati News

Post a Comment

0 Comments