
સેપ્ટ યુનિવર્સિટીમાં સમર એક્ઝિબિશન અંતર્ગત રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટમાં સ્કૂલ ઓફ બિલ્ડિંગ સાયન્સ અને ટેકનલોજીના સ્ટુડન્ટસ દ્વારા ઓગમેન્ટેડ રીયાલિટી સેન્ડ બોક્સ બનાવ્યું હતું. બોક્સમાં ૩ કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે, જેના ઉપયોગ ખનન પ્રક્રિયામાં અને જમીનમાં પાણીનું લેવલ માપવામાં કરી શકાય છે. સ્ટુડન્ટસ દ્વારા બનાવવામાં આવેલા સેન્ડ બોક્સમાં ઉપયોગમાં લેવાયેલા સોફ્ટવેરનું ડેવલપમેન્ટ કેર્લિફોનિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ સેપ્ટના સ્ટુડન્ટસ દ્વારા કોડિંગ દ્વારા કેટલાક યુનિક ફિચર ઉમેરવામાં આવ્યા છે.
એ.આર. ટેકનોલોજી દ્વારા જમીન પર લાઇન ડ્રો કરાશે
ઓગમેન્ટેડ રિયાલિટી બોક્સમાં ઉપરના ભાગે ત્રણ કેમેરા સાથે સેન્સર રાખવામાં આવ્યા છે. કેમેરા અને સેન્સરને ડ્રોન સાથે જોડવાથી મોટા સ્કેલ પર કામ કરી શકાય છે. કેમેરા અને સેન્સર ઓગમેન્ટેડ રિયાલિટીના ઉપયોગથી જમીન ઉપર લાઇન ડ્રો કરશે. જેના આધારે જમીનના લેવલનું વિવિધ કાર્યો માટે આંકલન કરી શકાશે. આ પ્રોજેક્ટ તૈયાર કરતા અમને એક અઠવાડીયાનો સમય લાગ્યો હતો. - ચિંતન અને અભિષેક
ખનીજ અને પાણીને જૂદા કલરમાં દર્શાવશે
ઓગમેન્ટેડ રીયાલીટી ટેકનોલોજી દ્વારા જમીન પર દોરવામાં આવેલી લાઇનની સાથે કલર પણ મુકવામાં આવશે. જેનો ઉપયોગ જમીનમાં રહેલા ખનીજ તત્વોને શોધવા માટે કરી શકાશે. કલર દ્વારા પાણી અને ખનીજની યોગ્ય ઓળખ કરી શકાય માટે એ.આર. ટેકનોલોજી દ્વારા જમીનના જૂદા જૂદા વિસ્તારમાં રહેલા ખનીજને વિવિધ કલરમાં દર્શાવશે.
બાળ સાહિત્યની જેમ રિસર્ચની રજૂઆત કરાઇ
સામાન્ય રીતે રિસર્ચને બુકલેટ તરીકે રજૂ કરવામાં આવતી હોય છે, પરંતુ ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચરના સ્ટુડન્ટસ દ્વારા કન્સ્ટ્રક્શન પર તૈયાર કરાયેલા રિસર્ચને બાળ સાહિત્ય બુકની જેમ રજૂ કરાઇ હતી. આર્કિટેક્ચરના સ્ટુડન્ટસ દ્વારા બાળકો પણ રિસર્ચને વાંચે તે માટે યુનિક કોન્સેપ્ટની પસંદગી કરવામાં આવી હતી. તેમના રિસર્ચ સાહિત્યનું બાળકો દ્વારા મૂલ્યાંકન પણ કરાયું હતું.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YwjsqV
via Latest Gujarati News
0 Comments