નેહરુ સાયન્સ સેન્ટરમાં યોજાશે મેગા સાયન્સ પ્રોજેક્ટઃ વિશ્વની સાત વિજ્ઞાાન સંસ્થાઓ પણ સામેલ થશે


મુંબઇ, તા.07 મે 2019, મંગળવાર

મુંબઇ સહિત ભારતનાં જુદાં જુદાં શહેરોેમાં  આંતરરાષ્ટ્રીય સ્તરનો મેગા સાયન્સ પ્રોજેક્ટ શરૂ થઇ રહ્યો છે.ભારત સરકારના અણુ ઉર્જા વિભાગ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સંયુક્ત રીતે  શરૂ થઇ રહેલા આ સાયન્સનું નામ વિજ્ઞાાન સમાગમ છે.આ વિજ્ઞાાન સમાગમ સાથે વિશ્વની સાત પ્રતિષ્ઠિત વિજ્ઞાાન સંસ્થાઓ પણ જોડાઇ રહી છે.

વિજ્ઞાાન સમાગમ પ્રોજેક્ટનું ઉદ્ધાટન આવતી કાલે ૮,મેના રોજ નેહરુ સાયન્સ સેન્ટરમાં થશે.ભારતમાં આ પ્રકારનો પહેલો મેગા સાયન્સ પ્રોજેક્ટ છે.

નેહરુ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર શિવપ્રસાદ ખેનેડે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે વિજ્ઞાાન સમાગમ પ્રોજેક્ટ આમ તો સાયન્સ મ્યુઝિયમના સ્વરૂપમાં છે.આ સાયન્સ મ્યુઝિયમ ભારતનાં મુંબઇ,બેંગલુરુ,કોલકાતા અને દિલ્હી એમ ચાર મહાનગરોમાં બે મહિના સુધી રહેશે.વળી,નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ દ્વારા આ પ્રોજેક્ટ દિલ્હીમાં કાયમી સ્વરૂપે રહે તેવી પણ વ્યવસ્થા થઇ છે.આવા સાયન્સ પ્રોજેક્ટ્સ ખરેખર તો ભારતનાં કરોડો કરદાતાઓના યોગદાનથી શક્ય બનતા હોય છે. અમે તે તમામ કરદાતાઓને અને દેશની જનતાને  આવા સાયન્સ પ્રોજેક્ટ્સથી વાકેફ કરવા ઇચ્છીએ છીએ.

વિજ્ઞાાન સમાગમ પ્રોજેક્ટના કન્વિનર અને ભારત સરકારના અણુ ઉર્જા પંચના સચિવ અરૂણ શ્રીવાસ્તવે એવી માહિતી આપી હતી કે આવા વિજ્ઞાાન પ્રોજેક્ટ્સથી ભારતનું સ્થાન આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બનશે.ભારત વિકાસશીલ દેશોની સમકક્ષ આવશે.

આ પ્રોજેક્ટમાં વિશ્વની સાત પ્રતિષ્ઠિત વિજ્ઞાાન સંસ્થાઓ જોડાયેલી છે.આ વિજ્ઞાાન સંસ્થાઓમાં યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ(સી.ઇ.આર.એન.-સર્ન),ફેસિલિટી ફોર એન્ટિ પ્રોટોન એન્ડ આયન રિસર્ચ(એફ.એ.આઇ.આર.),ઇન્ડિયા બેઝ્ડ ન્યુટ્રીનો ઓબ્ઝર્વેટરી(આઇ.એન.ઓ.), ઇન્ટરનેશન થર્મોન્યુક્લિયર એક્સપરિમેન્ટ રિએક્ટર(આઇ.ટી.એ.આર.),લેઝર ઇન્ટરોફેરોમીટર ગ્રેવીટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી(લીગો),સ્કેવર કિલોમીટર આરે(એસ.કે.એ.) અને થર્ટીમીટર ટેલિસ્કોપ વગેરેનો સમાવેશ થાય છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vItpoJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments