વેપાર યુદ્ધના કારણે ચીનના જીડીપીમાં એક ટકાનો ઘટાડો થઇ શકે


(પીટીઆઇ) બેઇજિંગ, તા. ૧૭

અમેરિકા સાથેના વેપાર યુદ્ધના કારણે ચીનના જીડીપીમાં એક ટકાનો ઘટાડો થઇ શકે છે તેમ ચીનના ઉચ્ચ સ્તરીય અધિકારીએ જણાવ્યું છે. ચીન દ્વારા પ્રથમ વખત સ્વીકારવામાં આવ્યું છે કે અમેરિકાના વેપાર યુદ્ધને કારણે વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્રને નુકસાન થશે. 

ગયા વર્ષે ચીનનો જીડીપી ઘટીને ૬.૮ ટકા રહ્યો હતો અને સરકારે ચાલુ વર્ષ માટે જીડીપીનો અંદાજ ૬.૫ ટકાથી ૬ ટકાની વચ્ચે રાખ્યો છે. 

ગયા વર્ષથી ચીન સાથે વેપાર યુદ્ધ શરૃ કરનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે ચીન અમેરિકાની વધી ગયેલી વેપાર ખાધ ઘટાડે. 

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના(સીપીસી)ની પોલિટબ્યૂરો સ્ટેન્ડિંગ કમિટીના સાત સભ્યો પૈકીના એક વાંગ યેંગે જણાવ્યું છે કે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધને કારણે ચીનના  જીડીપીમાં એક ટકાનો ઘટાડો થશે. 

વાંગે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં ટ્રેડ વોરના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી રહી છે અને સૌથી ખરાબ સ્થિતિમાં જીડીપીમાં એક ટકાનો ઘટાડો થઇ શકે છે. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LUefaM
via Latest Gujarati News

Post a Comment

0 Comments