
આજે મ્યુઝિયમમાં જઇને ઇતિહાસની જાણકારી મેળવવી લોકોને કંટાળાજનક લાગે છે, તેથી મ્યુઝિયમને વધારે રસપ્રદ બનાવવાની કામગીરી શહેરના યુવા ગુ્રપ 'ખયાલ' કરવામાં આવી છે. યુવા ગુ્રપ ખયાલ દ્વારા ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે નિમિતે શહેરમાં 'ટ્રીન ટ્રીન અમદવાદ' સાઇકલ ટ્રેઝરહંટનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રેઝર હંટની શરૃઆત માણેક બુર્જથી વહેલી સવારે ૬.૩૦ વાગ્યે કરાશે. સાઇકલ ટ્રેઝરહંટમાં ૮ ટીમો ૪૦ સ્પોટ પર ક્લૂ શોધશે. ટીમનું ઘર્ષણ અટકાવવા માટે દરેક ટીમને પ્રથમ સ્પોટ પરથી વિવિધ ક્લૂ આપવામાં આવશે. જે ટીમ સૌપ્રથમ ક્લૂ સોલ્વ કરશે તે વિજેતા બનશે. સાઇકલ ટ્રેઝર હંટનો સમયગાળો ૩ કલાક જેટલો રહેશે.
ટ્રેઝર હંટના ક્લૂ તરીકે મોન્યુમેન્ટસ અને સ્થાનિક લોકો
'ટ્રીન ટ્રીન અમદાવાદ' ટ્રેઝરહંટમાં ક્લૂ તરીકે દુકાનો અને ત્યાનાં માલિક, હેરિટેજ મોન્યુમેન્ટસ અને સામાન્ય વ્યક્તિને રાખવામાં આવ્યા છે, ટીમે કોમ્પિટિશનમાં આગળ વધવા માટે તેમની સાથે વાતો કરી યોગ્ય પ્રશ્ન દ્વારા જવાબ શોધવાના રહેશે. ટીમ આગળ વધવામાં અશક્ષમ હશે, તો યોગ્ય સૂચન આપવામાં આવશે. પરંતુ સૂચન ટીમનું માર્કિંગ ઓછું કરશે.
ટ્રેઝરહંટમાં ક્લૂ તરીકે હેરિટેજ સ્થાપત્યોની વાર્તા મુકાઇ છે
સાઇકલ ટ્રેઝરહંટનું આયોજન વોલ સિટી પુરતુ જ કરવામાં આવ્યું છે, જેમાં વોલ સિટીના મોટાભાગના હેરિટેજ સ્થળોનો કોમ્પિટિશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ કેટલાક પ્રખ્યાત સ્થળોનો પણ સમાવેશ કરાયો છે. કોમ્પિટિશનને વધારે રસપ્રદ બનાવવા માટે ક્લૂ તરીકે હેરિટેજ અને શહેર સંબંધીત વાર્તા મુકવામાં આવી છે. વાર્તામાં છુપાયેલા શબ્દોને ટીમે ઓળખવાના રહેશે.
વિશ્વમાં મ્યુઝિયમને રસપ્રદ બનાવવા વિવિધ પ્રવૃતિઓ કરાય છે
વિશ્વના દેશોમાં મ્યુઝિયમને રસપ્રદ બનાવવા માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે, જ્યારે આપણા શહેરમાં તેવું જોવા મળતું નથી. તેથી ટ્રેઝરહંટ દ્વારા અમે શહેરને મ્યુઝિયમ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ટ્રેઝરહંટના સ્પર્ધકો શહેરના વિવિધ હેરિટેજ સ્થળોની જાણકારી ઇતિહાસને સમજશે. આવી અવનવી સ્પર્ધાઓ દ્વારા લોકોને સ્થાપત્યો પ્રત્યે આકર્ષિ શકાય છે. - ગૌરવ, શૈલજા, આયુશી અને શાઓની
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vsm7jj
via Latest Gujarati News
0 Comments