ગુજરાતી ભાષાના ગઝલના પિતા એવા બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા 'કલાન્ત'ના ૧૬૨મા જન્મદિન પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે આત્માહોલ ખાતે 'સહજનો સંગ' સાહિત્યિક વ્યાખ્યાન યોજાઇ ગયું. સાહિત્યિક વ્યાખ્યાનમાં મણીભાઇ ન. દ્વિવેદીના પપૌત્ર હરીશ દ્વિવેદીએ કહ્યું કે, બાલાશંકરને પિતા ઉલ્લાસરામ પાસેથી ફારસી ભાષાનો અખૂટ ખજાનો મળ્યો હતો. ફારસી ભાષામાં મસ્ત રહેતા બાલાશંકરે ફારસી ભાષામાં ખૂબ જ પકડ હતી અને ગઝલની રચના કરી હતી. ગુજરાતી ભાષામાં ગઝલના પિતા તરીકે ઓળખાતા બાલાશંકર અને ગઝલના પાલકપિતા તરીકે ઓળખાતા મણિલાલ ન. દ્વિવેદીનો જન્મ ૧૮૫૮માં નડિયાદમાં સાઠોદરા નાગર જ્ઞાાતિમાં થયો હતો.
આ બન્ને જીગરજાન મિત્રો હતો અને સાથે અભ્યાસ કરતા હતા. કવિ બાલાશંકરે સૌ પ્રથમ ફારસી કાવ્ય પ્રકાર ગઝલનો ગુજરાતીમાં પ્રયોગ કર્યો હતો. બન્ને સાક્ષર મિત્રોએ ગુજરાતી સાહિત્યમાં ગઝલનું આગવું પ્રદાન આપ્યું હતું. મૈત્રીભાવને લીધે કવિ મણિલાલે ૧૮મા વર્ષે 'શિક્ષાશતક' નામના કાવ્યસંગ્રહની રચના કરીને પોતાના મિત્ર બાલાશંકરને અર્પણ કર્યો હતો. તેમને એકબીજાને માટે ગઝલની રચના કરીને તેમને મોકલી હતી.ગઝલના ચાહક મિત્રો ૪૦ વર્ષની નાની ઉંમરમાં બન્ને એક જ વર્ષમાં મૃત્યુ પામ્યા હતા. તેમના જીવનમાં એકબીજાનો મૈત્રીભાવ ગુજરાતી સાહિત્ય માટે આગવી ઓળખ છે.
હરિપ્રેમપંચદશી નામના કાવ્યસંગ્રહને ૧૯૪૨માં ઉમાશંકર જોશીએ સંપાદન કર્યું હતું
બાલાશંકરના હરિપ્રેમપંચદશી નામના કાવ્યસંગ્રહમાં ૧૮ કાવ્યો છે. બાલાશંકરે ફારસી કવિઓમાં હાફિઝ, અત્તાર, રુમીના કાવ્યોનું અધ્યયન કર્યું હતું અને તેના પરથી તેમને ગઝલ લખવાની શરૃઆત કરી હતી. તેમના મૃત્યુ પછી કવિ ઉમાશંકર જોશીએ ૧૯૪૨માં 'ક્લાન્ત' નામે તેનું સંપાદન કરીને ગુજરાતી સાહિત્યને અર્પણ કર્યું હતું. - ડો. રશીદ મીર,કવિ
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30qT5o1
via Latest Gujarati News
0 Comments