હેન્ડમેડ પ્લેન કોલેજ કેમ્પસથી છ માળની ઊંચાઇએ ઉડયા

એલ.જે. ઇન્સ્ટિટયૂટ ખાતે ગઇકાલે કોલેજના સ્કાય હૉક ક્લબ દ્વારા કેમ્પસમાં હેન્ડમેડ રિમોન્ટ કંટ્રોલ પ્લેન સ્ટુડન્ટસ દ્વારા ઉડાડવામાં આવ્યા હતા.  વિવિધ ડિપાર્ટમેન્ટના ફર્સ્ટ યરના સ્ટુડન્ટસ માટે ત્રણ દિવસનો વર્કશોપ યોજાયો છે. આ વર્કશોપમાં પ્રોફેસર નિમિષ દાસ અને પ્રોફેસર ભૂષણ મહેતાના માર્ગદર્શન હેઠળ આઇસી, સીઇ, મિકેનિકલ અને આઇટીની બ્રાન્ચના ૬૫ સ્ટુડન્ટે ભાગ લીધો હતો, જેમાં ૫-૫ સ્ટુડન્ટની ૧૩ ટીમ બનાવવામાં આવી. આ સ્ટુડન્ટસે કોરોગરેડશીટમાંથી ૧૩ હેન્ડમેઇડ પ્લેન તૈયાર કર્યા છે. આ અંગે વાત કરતા પ્રો. નિમિષ દાસે કહ્યું કે, એક્સ્ટ્રા કરિક્યુલમના ભાગરૃપે અમે એરો મોડેલિંગનો વર્કશોપ રાખ્યો હતો, જેમાં સ્ટુડન્ટસને ટ્રાયલ ફ્લાઇટ, લિફ્ટ, સ્ટેબલ, રાઇટ ટર્ન કેવી રીતે લેવો તેની સાથે પ્લેન કેવી રીતે બનાવવું અને અલ્ગોરિધમની સમજણ આપી હતી. 

પ્લેન ૫૦૦ મીટરની ઊંચાઇ સર કરવાની કેપેસિટી ધરાવે છે

પ્રોગ્રામમાં ઉડાડવામાં આવેલા ૧૩ પ્લેન કોરોગેટેડ શીટ અને વૂડન ફ્રેમથી તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં વિંગ્સ કંટ્રોલ કરવા માટે સર્વો મોટર્સનો ઉપયોગ કરાયો છે અને સ્પીડ કંટ્રોલ કરવા માટે એઇસીનો ઉપયોગ થયો છે. પ્લેનમાં છ ચેનલના ટ્રાન્સમીટર અને રિસીવર સેટ કરવામાં આવ્યું છે જે ૫૦૦ મીટરના રેડિયસ અને ઊંચાઇ કરી શકે છે. કેમ્પસમાં આ પ્લેન છઠ્ઠા માળની ઊંચાઇ સુધી ઉડાવ્યા હતા.



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VwnhKE
via Latest Gujarati News

Post a Comment

0 Comments