નવી દિલ્હી, તા. 10 મે, 2019, શુક્રવાર
મુંબઈ શેરબજાર પર લિસ્ટેડ ૨૮ કંપની માર્ચ ત્રિમાસિક અંતે ટર્નએરાઉન્ડ થયેલ છે. એટલે કે વર્ષાન્તે ખોટ ભૂંસીને નફો કર્યો છે. હાલ ચાલી રહેલ માર્ચ ત્રિમાસિકના પરિણામોની સિઝન દરમિયાન જે કંપનીઓએ પરિણામ જાહેર કર્યા છે તેના પર હાથ ધરાયેલ અભ્યાસ પરથી જાણવા મળેલ છે કે ૨૮ કંપનીઓએ માર્ચ ૨૦૧૮ના અંતે ખોટ કરી હતી. તે માર્ચ ૨૦૧૯ અંતે નફો કરતો થઈ છે.
બજારના એનાલીસ્ટોના જણાવ્યા મુજબ વપરાશ વૃદ્ધિનો ધીમો દર, રોજગારીની તકોમાં પણ ધીમી વૃદ્ધિ, નાણાંકીય તંગ સ્થિતિ સહિતના અન્ય પરિબળોની કોર્પોરેટ અર્નિંગ પર અસર થતી હોય છે.
ખાનગી બેંકોમાં લોનવૃદ્ધિ દર એકંદરે સ્થિર રહ્યો છે. જો કે, માર્જિનના મુદ્દે મિશ્ર વલણ જોવા મળ્યું છે. ટર્નએરાઉન્ડ થવામાં બેન્કિંગ અને નાણાંકીય સેવા આપતી કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
આગળ સમયમાં કોર્પોરેટ ક્ષેત્ર સાથે અનેક પડકારો જોવા મળશે. જેમાં વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવની ઉછળકૂદ તથા ડોલરની મજબૂતાઈ એ મોટા પડકાર પુરવાર થશે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vQnGxl
via Latest Gujarati News
0 Comments