ઝારખંડમાં માઓવાદીઓનો આઇઇડી વિસ્ફોટ : CRPFના 15 જવાનો ઘાયલ


(પીટીઆઇ) રાંચી, તા. 28 મે, 2019, મંગળવાર

ઝારખંડના સેરાઇકેલા-ખારસવાન જિલ્લામાં હુરદાના જંગલોમાં આજે વહેલી સવારે માઓવાદીઓએ આઇઇડીથી વિસ્ફોટ કરતાં પંદર જવાનો ઘાયલ થયા હતા, એમ પોલીસે આજે કહ્યું હતું. જિલ્લામાં કુચાઇ  વિસ્તારમાં આવેલા જંગલમાં નકસલ વિરોધી ઓપરેશન કરી રહેલી પોલીસ અને કોબરાની ખાસ ટીમ CRPFના જવાનો સાથે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સવારે પાંચેક વાગે આ વિસ્ફોટ કરાયો હતો.

માઓવાદીઓએ  વિસ્ફોટ કરતા પંદર જવાનો ઘાયલ થયા હતા. તેમાં બે જવાનોની હાલત ગંભીર હતી'એમ ઓપેરેશનના આઇજી એ કહ્યું હતું. CRPFની કોબરા બટાલિયનના ૧૩ અને બાકીના ઝારખંડ સશ્ત્ર દળ પોલીસના જવાનો ઘાયલ થયા હતા.તેમને હવાઇ માર્ગે રાંચી લઇ જવામાં આવ્યા હતા. આ ઘટના પછી આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને નકસલોને પકડવા માટે સઘન કાર્યવાહી હાથ ધરાઇ હતી, એમ પોલીસે કહ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VXAblc
via Latest Gujarati News

Post a Comment

0 Comments