ઇસ્લામાબાદ, તા. 5 મે, 2019, રવિવાર
નાણાકીય સંકટમાંથી ઉભરવા માટે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઇ.એમ.એફ.)ની ૬.૫ બિલિયન અમેરિકન ડૉલરની લોન મેળવવા માટે પાકિસ્તાનના નાણામંત્રી, સેન્ટ્રલ બેન્કના ગવર્નર અને નાણા મંત્રાલયના મોટા પદાધિકારીઓ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. લોન આપવવાની શરતરપે આઇ.એમ.એફ.એ પાકિસ્તાનને સક્ષમતા દાખવતા પગલાં લેવાનું કહેતા આ નેતાઓ અને પદાધિકારીએ રાજીનામું આપ્યું છે અથવા તો તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનને લોન આપવા અંગેના નિર્ણય માટે આઇ.એમ.એફ.નું પ્રતિનિધિમંડળ હાલ પાકિસ્તાનની મુલાકાતે આવેલું છે. પાકિસ્તાનની સેન્ટ્રલ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનના ગવર્નરપદેથી તારીક બાજવાએ શનિવારે રાજીનામું આપતા ગવર્નર તરીકે આઇ.એમ.એફ.ના પૂર્વ કર્મચારી અને અર્થશાસ્ત્રી ડૉ. રઝા બાકીરની નિમણૂક કરવામાં આવી છે.
થોડા દિવસો પહેલાં જ પાકિસ્તાનના નાણામંત્રી અસદ ઉમરને પદ પરથી હટાવવામાં આવ્યા છે. ત્યાંની સરકાર એવું કારણ આપી રહી છે કે દેશમાં ખૂબ વધી રહેલી મોંઘવારી અને આર્થિક કટોકટીમાંથી બહાર નીકળવા માટે અને આર્થિક વિકાસમાં ગતિ પકડવા માટે નાણામંત્રાલય અને આર્થિક નીતિઓ માટેની ટીમમાં સુધારો વધારો કરવાની જરૃર છે.
પાકિસ્તાનના ટેક્સ કલેક્શનના ખાતાને ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ તરીકે ઓળખવામાં આવે છે. તેના ચેરમેનપદે ફરજ બજાવતા જહાનઝેબ ખાનને પણ પદ પરથી હટાવી અહેમદ મુઝતબા મેમની નિમણૂક કરવામાં આવી છે. પાકિસ્તાનમાં અત્યારે મોંઘવારી અને ફુગાવો છેલ્લાં છ વર્ષની ઉંચાઇ પર છે. પાકિસ્તાને ૬.૫ બિલિયન અમેરિકન ડૉલરની લોન માટે અરજી કરી હોવાથી આઇ.એમ.એફ. મિશનના વડા અર્નેસ્ટો રિગો સહિતના હાલ પાકિસ્તાનની યાત્રા છે.
આઇ.એમ.એફ. પાકિસ્તાનને હાલ આર્થિક નીતિઓમાં ધરખમ ફેરફારો કરવાની સલાહ આપી રહ્યું છે. આઇ.એમ.એફ.ની ટીમ છેલ્લાં પાંચ દિવસથી ઇસ્લામાબાદમાં છે પરંતુ સૂત્રોનું કહેવું છે કે આટલી ચર્ચાઓ છતાં પણ મેક્રોઇકોનોમિક ફ્રેમવર્ક એટલે કે મોટી આર્થિક નીતિઓ અંગે હજુ સુધી કોઇ સંયુક્ત વ્યૂહરચના ઘડી શકાઇ નથી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PMT4Wu
via Latest Gujarati News
0 Comments