સળંગ 126 કલાક નૃત્ય કરીને નેપાળી યુવતીએ વિશ્વ રેકોર્ડ સર્જ્યો


(પીટીઆઈ) કાઠમંડુ, તા. 5 મે, 2019, રવિવાર

નેપાળી કિશોરીએ 'કોઈ વ્યક્તિ દ્વારા સૌથી લાંબો સમય નૃત્ય કરવા' અંગેનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વર્લ્ડ રેકોર્ડ માટે કિશોરીએ સળંગ ૧૨૬ કલાક સુધી નૃત્ય કર્યું હતું અને અગાઉ ભારતીયના નામે જે ઉપલબ્ધિ હતી તેને પોતાના નામે કરી હતી. 

નેપાળના વડાપ્રધાને કે.પી. શર્મા ઓલીના અધિકૃત નિવાસ સ્થાને એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ૧૮ વર્ષીય બંદના નેપાળ નામની યુવતીનું આ ઉપલબ્ધિ હાંસલ કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

બંદના પૂર્વીય નેપાળના ધનકુટા જિલ્લાની રહેવાસી છે અને તેણે ત્રણ મેના રોજ ગિનીસ રેકોર્ડ્સ તરફથી અધિકૃત પૃષ્ટિ પ્રાપ્ત થઈ હોવાનું જણાવ્યું. બંદનાએ કલામંડલમ હેમલતા નામની ભારતીય યુવતીના રેકોર્ડને તોડીને નવો રેકોર્ડ સર્જ્યો છે. હેમલતાએ ૨૦૧૧ની સાલમાં સળંગ ૧૨૩ કલાક અને ૧૫ મિનિટ સુધી નૃત્ય કરીને આ રેકોર્ડ સર્જ્યો હતો. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vCXS7A
via Latest Gujarati News

Post a Comment

0 Comments