ગાઝા પટ્ટી તરફથી કરાયેલી ફાયરિંગનો જડબાતોડ જવાબ આપીશું : નેતાનયાહુ


ગાઝા સિટિ, તા. 5 મે, 2019, રવિવાર

ગાઝા પટ્ટીમાં આજે સતત બીજા દિવસે પણ તંગદીલી અને હિંસાની ઘટનાઓ બનતા ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામીન નેતાનયાહુએ 'જંગી હુમલા'ની ધમકી આપી હતી.ગાઝાના સત્તાવાળાઓએ શનિવારે ઇઝરાઇલ દ્વારા કરાયેલા  નવા હુમલામાં બે આતંકીઓ સહિત છ પેલેસ્ટાઇન નાગરિકો માર્યા ગયાનો અહેવાલ આપ્યો હતો. આજે પણ ઉગ્રવાદીઓએ ઇઝરાઇલ તરફ સેંકડો રોકેટ માર્યા હતા.

જો કે ઇઝરાઇલી સત્તાવાળાઓએ એક ગર્ભવતી માતા અને તેના બાળકના મોતની વાતને ફગાવી હતી અને હમાસ દ્વારા કરાયેલા ફાયરિંગ પર જ દોષ દીધો હતો.ગાઝા સરહદે અશ્કેલોન શહેરમાં પેલેસ્ટાઇન તરફથ કરાયેલા રોકેટ મારામાં ૫૮ વર્ષના એક પુરૃષનું મોત થયા હોવાનું ઇઝરાઇલ પોલીસે કહ્યું હતું.'ગાઝા પટ્ટી પર આતંકીઓ પર ફાયરિંગ કરવા અને જંગી હુમલા કરવા મેં સેનાને સુચના આપી હતી'એમ નેતાનયાહુએ કહ્યું હતું.

કેબિનેટની બેઠકની શરૃઆતમાં જ તેમણે કહ્યું હતું કે ગાઝા પટ્ટી પાસે  ટેંકો, પાય દળ અને આર્ટિલેરીને હુમલા તેજ કરવાની પણ સુચના આપી હતી.બ્લોક કરી દેવાયેલા વિસ્તારમાં શાસન કરનાર ઇસ્લામી ચળવળની સંસ્થા હમાસે એક મહિનાના શસ્ત્રવિરામ દરમિયાન વધુ એક મહિનાની છુટ માગી હતી. ઇઝરાઇલે કહ્યું હતું કે હમાસ અને ઇસ્લામી જીહાદીઓએ કરેલા ૪૫૦ રોકેટ હુમલા અને ફાયરિંગના જવાબમાં અમે પણ હુમલો કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે ઇઝરાઇલી એર ડીફેન્સે ૧૫૦ કરતાં વધુ રોકેટને આકાશમાં જ તોડી પાડયા હતા. ઇઝરાઇલમાં એક વ્યક્તિના મોત ઉપરાંત કિરયાત ગાટ નામના ઇઝરાઇલી શહેરમાં રોકેટ હુમલામાં ૮૦ વર્ષની એક મહિલા ગંભીર રીતે ઘવાઇ હતી. ઉપરાંત એશ્કેલો શહેરમાં એક પુરૃષને પણ ઇજા થતાં હોસ્પિટલ ખસેડવો પડયો હતો.

આ જ શહેરમાં એક મકાનને પણ નુકસાન થયું હતું તો એક અન્ય રોકેટ ખુલ્લા વિસ્તારમાં પડયો હતો. ઇઝરાઇલી સેનાએ કહ્યું હતું કે તેની ટેંકો અને વિમાની હુમલામાં ગાઝામાં જેહાદીઓના ૨૨દ ઠેકાણા નાશ કર્યા હતા. આમા ઇસ્લામી જેહાદી ટનલનો સમાવેશ થતો હતો જે દક્ષિણ ગાઝાથી છેક ઇઝરાઇલની સરહદ સુધી જાય છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PMcNFP
via Latest Gujarati News

Post a Comment

0 Comments