ચૂંટણી પ્રચારમાં ચગેલો INS વિરાટ જહાજ વિવાદ શું છે ?


૧૭ મી લોકસભા ચૂંટણીના ૬ અને ૭માં તબક્કાનું મતદાન બાકી છે. ૬ છઠા્ તબકકાના મતદાનની તો ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે  પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીનું નામ ચૂંટણી પ્રચારમાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રાજીવ ગાંધી મુદ્વે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ધમાસણ શરુ થયું છે.  પી એમ નરેન્દ્ર મોદીએ  ચૂંટણી પ્રચાર દરમિયાન રાજીવ ગાંધીને ભષ્ટ્રાચારી નંબર વન ગણાવીને ટીકા કરી એ પછી રાજકિય માહોલ ગરમાયો છે. દિલ્હીના રામલીલા મેદાનમાં એક ચૂંટણી સભાને સંબોધતા મોદીએ  નેવી જહાજ આઇ એનએસ વિરાટનો ઉપયોગ રાજીવ ગાંધીએ પીકનિક માટેની ટેકસીની જેમ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આઇએનએસ વિરાટ ભારતીય નૌસેનામાં ૧૯૮૭માં સામેલ કરવામાં આવ્યું હતું. વિરાટે  ૩૦ વર્ષ સુધી સેવા આપી અને ૨૦૧૬માં નિવૃત કરવામાં આવ્યું હતું.

જો કે રાજીવ ગાંધીએ પરીવાર સાથે યુદ્ધ જહાજ વિરાટ પર વેકેશન માર્ણ્યું હોવાની વાતને ભારતના નૌકા દળના પૂર્વ વડા એડમિરલ એલ રામદાસે ફગાવી દીધી. એડમિરલે એક લેખિત નિવેદન જાહેર કરીને જણાવ્યું  કે જયારે રાજીવ ગાંધી સત્તાવાર મુલાકાતે હતા ત્યારે તેમની સાથે કોઇ વિદેશી મહેમાનો ન હતા. યાદ રહે આ પૂર્વ એડમિરલ રામદાસ સૈન્યના રાજનીતિકરણના નામે મત માંગવાના પ્રયાસ બાબતે અગાઉ પણ નારાજગી દર્શાવી ચૂકયા છે.

 પૂર્વ એડમિરલ રામદાસે પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી કે એ સમયના તેમના સહયોગીઓ એડમિરલ અરુણ પ્રકાશ, વાઇસ એડમિરલ વિનોદ પસરિચા અને વાઇસ એડમિરલ મદનજીત સાથે વાતચીત કરીને આપ્યું છે. નૌકા સેનાના આ અફસરો એ સમયે નેવીના વેસ્ટર્ન ફલીટમાં ફરજ પર હતા. વિનોદ પસરિચા આઇએનએસ વિરાટના તત્કાલિન કમાંન્ડિગ ઓફિસર હતા જયારે એડમિરલ અરુણ પ્રકાશ આઇએનએસ વિધ્યાંગિરિ અને વાઇસ એડમિરલ મદનજીતસિંહ આઇએનએસ ગંગાના તત્કાલિન કમાન્ડિગ ઓફિસર હતા. 


પ્રાપ્ત માહિતી મુજબ આ ચારેય પૂર્વ નેવી ઓફિસરોનું માનવું છે કે ડિસેમ્બર ૧૯૮૭માં વડાપ્રધાન રાજીવ ગાંધી અને તેમના પત્ની સોનિયા ગાંધી સાથે લક્ષ્યદ્વીપની સત્તાવાર મુલાકાતે હતા ત્યારે કોઇ પણ યુદ્ધ જહાજનો ઉપયોગ થયો ન હતો. એક હેલિકોપ્ટર દ્વારા તેઓ ટાપુ પર આવ્યા પરંતુ બોર્ડ પર તેમની સાથે કોઇ વિદેશી મહેમાન ન હતા. જયારે વડાપ્રધાનને સત્તાવાર મુલાકાત દરમિયાન પત્નીને સાથે રાખવાની છૂટ હોય છે. રાજીવ ગાંધી પત્ની સોનિયા સાથે  આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આઇડીએ)ની બેઠકમાં સામેલ થવાના હતા. આઇએનએસ વિરાટ પર રામદાસ તરફથી રાજીવ ગાંધી અને સોનિયા માટે ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.એ સમયની ડીનર પાર્ટીનો ફોટો પણ હોવાનો પૂર્વ એડમિરલે દાવો કર્યો હતો.

રાજીવ અને સોનિયા હેલિકોપ્ટરમાં બેસીને કેટલાક ટાપુઓ પર સ્થાનિક અધિકારીઓને મળ્યા હતા. વર્ષ ૧૯૮૭માં આ બેઠક અને કાર્યક્રમ માટે વેસ્ટર્ન ફલીટે અગાઉ અભ્યાસ પણ કર્યો હતો. આઇએનએસના તત્કાલિન કમાન્ડિગ ઓફિસર વિનોદ પસરીચાએ કહયું કે રાજીવ ગાંધી સાથે તેમના પરીવારના લોકો હતા પરંતુ ચોપરનો ઉપયોગ માત્ર રાજીવ અને સોનિયાએ જ કર્યો હતો.

જો કે નેવીના અન્ય એક અધિકારી લેફ્ટનન્ટ કમાંડર હરિંદર સિક્કાએ એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં રાજીવ ગાંધી અને સોનિયાની લક્ષદ્વિપની આ મૂલાકાતને ઓફિશિયલી ગણવી એ અન ઓફિશિયલી એ અંગે મુંઝવણ વ્યકત કરી હતી એટલું જ નહી  રાજીવ ગાંધી સાથે તેમનો પરીવાર આઇએનએસ વિરાટમાં હતો ત્યારે નેવીની ટુકડીમાં કચવાટ પણ જોવા મળ્યો હતો પરંતુ એ  સમયે પોતે લાચાર અને વિરોધ કરી શકવાની સ્થિતિમાં નહી હોવાનું જણાવ્યું હતું. 

આમ પૂર્વ પી એમ સ્વ રાજીવ ગાંધી અને તેમના પરીવારે આઇએનએસ વિરાટનો પોતાના અંગત ફરવામાં કર્યો હોવાના આક્ષેપ અંગે નેવી અફસરોમાં પણ મત મતાંતર જોવા મળે છે. રાજકારણીઓ માટે 32 વર્ષ જુની વાત રાજકિય ખિચડી પકવવાનું માધ્યમ બની ગયો છે. જો લોકસભાની ચૂંટણી ના હોતતો આ મુદ્વાનો કયારેય આ રીતે ઉલ્લેખ થયો હોત નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JtPSy0
via Latest Gujarati News

Post a Comment

0 Comments