હાર બાદ હવે કોંગ્રેસ-NCPના વિલયની ચર્ચાએ જોર પકડ્યું


નવી દિલ્હી, તા. 30 મે 2019, ગુરુવાર

લોકસભાની ચૂંટણી બાદ હવે મહારાષ્ટ્ર કોંગ્રેસ અને NCPમાં હલચલ મચી છે. આ સ્થિતીમાં NCPનું કોંગ્રેસમાં વિલય થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સોનિયા ગાંધી વિદેશી હોવાના કારણે કોંગ્રેસથી અલગ થઇને NCPની રચના થઇ હતી. આ ઉપરાંત બંન્નેની વિચારધારામાં પણ કોઇ ફેરફાર નથી ત્યારે આ બંન્ને પાર્ટીનું વિલય થવાની વાતે જોર પકડ્યું છે.

બંન્ને પાર્ટીઓને સાથે સરકાર ચલાવવાનો અનુભવ પણ છે અને સોનિયા ગાંધીની નાગરિકતાનો મુદ્દો પણ હવે પૂર્ણ થઇ ગયો છે. પહેલા બંન્ને પક્ષ મહારાષ્ટ્રમાં સરખું કદ ધરાવતા હતા ત્યારે વિલય શક્ય નહોતો. પરંતુ હાલ બંન્ને પક્ષની સ્થિતી નબળી છે. તેવામાં ચર્ચા થઇ રહી છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા બંન્ને પક્ષ એક થાય તો સારુ રહેશે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WwbYXw
via Latest Gujarati News

Post a Comment

0 Comments