નવી દિલ્હી, તા. 16 મે 2019 ગુરુવાર
સામાન્ય ચૂંટણીમાં ભલે એક તબક્કાનું મતદાન બાકી છે, પરંતુ કોંગ્રેસે બહુમત ન મળવાની સ્થિતિમાં ગઠબંધનના સંકેત આપી દીધા છે. કોંગ્રેસનું કહેવુ છે કે જો તેમને ગઠબંધનમાં વડાપ્રધાનનું પદ મળશે નહીં, તો પણ તેમને કોઈ સમસ્યા નથી. કોંગ્રેસના સીનિયર લીડર ગુલામ નબી આઝાદે કહ્યુ કે પાર્ટીનો એકમાત્ર ઉદ્દેશ્ય NDAને કેન્દ્રમાં ફરીથી સરકાર રચનાથી રોકવાનો છે.
અમે પહેલા જ પોતાના ઉમેદવાર ક્લીયર કરી ચૂક્યા છે. જો કોંગ્રેસના પક્ષમાં સંમતિ બને છે તો અમે નેતૃત્વ સ્વીકારીશુ. અમારુ લક્ષ્ય હંમેશા એ રહ્યુ કે NDAની સરકાર સત્તામાં પાછી ફરવી જોઈએ નહીં. અમે સર્વ સંમતિથી લેવાયેલા નિર્ણયની સાથે જઈશુ. કોંગ્રેસ લીડરનો આ વાતનો સંકેત છે કે પાર્ટી સામાન્ય ચૂંટણીના પરિણામોને લઈને ઉત્સાહિત દેખાઈ રહી છે અને ભાજપને રોકવા માટે ગઠબંધનમાં મોટા ત્યાગ માટે પણ તૈયાર છે.
કોંગ્રેસ મહાસચિવે કહ્યુ જ્યાં સુધી અમને વડાપ્રધાનનું પદ ઑફર કરવામાં આવશે નહીં ત્યાં સુધી અમે આ વિશે કંઈ કહીશુ નહીં અને કોઈપણ જવાબદારી સંભાળે તેની સામે અમને કોઈ વાંધો હશે નહીં.
ગૃહ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે વિપક્ષને પડકાર આપતા કહ્યુ હતુ કે જો તેમને સામાન્ય ચૂંટણીમાં જીતનો વિશ્વાસ છે તો વડાપ્રધાન પદના પોતાના ઉમેદવારનું એલાન કરે.
ગત દિવસોમાં કોંગ્રેસના સીનિયર લીડર કપિલ સિબ્બલે કહ્યુ હતુ કે તેમની પાર્ટીને બહુમત મળવાની તક નથી. કોંગ્રેસને પોતાના દમ પર બહુમત મળવાનો ચાન્સ નથી, પરંતુ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ ગઠબંધનની સરકાર બની શકે છે. જો કોંગ્રેસને સામાન્ય ચૂંટણીમાં 272 બેઠક મળે તો રાહુલ ગાંધીનું વડાપ્રધાન પદ માટે નામાંકન કરાશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WNF4i2
via Latest Gujarati News
0 Comments