બાળક અને ઘરને એકલા હાથે સંભાળતી મહિલાઓ માટે ઉપયોગી Tips


અમદાવાદ, 23 મે 2019, ગુરુવાર

માતા બનનાર સ્ત્રીના જીવનમાં અનેક ફેરફાર થાય છે. બાળકના જન્મ સાથે જ એ વાત સમજાવા લાગે છે કે બાળકને એકલા હાથે ઉછેરવું મુશ્કેલ કામ છે. જો કે માતાએ બાળકને સંભાળવાની સાથે ઘર પણ સંભાળવું પડે છે. ઘર સંભાળવાની સાથે બાળકને સંભાળતી મહિલાઓને શંકા થતી હોય છે કે તે તેની જવાબદારીઓ વચ્ચે બાળકનું ધ્યાન બરાબર રીતે તો રાખે છે ને. બાળકની સાથે ઘરની જવાબદારી ઉઠાવતી માતાને ટેંશન અને તાણ રહે તે  સ્વાભાવિક છે. જો તમે પણ એકલાહાથે ઘર અને બાળક સંભાળતી માતાઓમાંથી એક છો તો આ ટીપ્સ તમને ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. 

1. સૌથી પહેલા બાળક જ્યારે સુતું હોય ત્યારે ઘરના મહત્વના તમામ કામ કરી લેવા. બાળક જ્યારે જાગે ત્યાર સુધીમાં તમારું ભોજન બનાવવા સહિતના કામ થઈ ગયા હશે તો તમારે ત્યારબાદ બાળકને જ સંભાળવાનું કામ બાકી હશે.

2. શક્ય હોય ત્યાં સુધી ઘરને વ્યવસ્થિત જ રાખવું. ઘર વ્યવસ્થિત અને સાફ હશે તો તમારે રોજ સફાઈમાં અને વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવવામાં સમય આપવો પડશે નહીં. વસ્તુ જ્યાંથી લો ત્યાં જ મુકવાની આદત રાખો. બાળક પણ રમકડાંથી રમી લે એટલે રમકડાં તેના સ્થાને મુકી દો. આમ કરવાથી ઘર વ્યવસ્થિત જ રહેશે તમારે તેના માટે વધારાનો સમય ફાળવવો નહીં પડે.

3. બાળક બેસતું થાય એટલે એક હાઈ ચેર વસાવી લો. જેથી તમે કોઈ કામ કરતાં હોય કે રસોડામાં હોય તો બાળકને તેમાં બેસાડી પોતાની નજર સામે રાખી શકો છે. કારણ કે બાળક જેમ મોટું થાય છે તેમ તેની ઊંઘ ઓછી થાય છે. 

4. દરેક કામ કરવા માટે એક શેડ્યૂલ બનાવી લો. જેમકે સપ્તાહમાં એકવાર રસોડાની સફાઈ, એકવાર કપડાની ઈસ્ત્રી, એકવારે બાથરુમની સફાઈ વગેરે. આમ કરવાથી રોજ તમારે બધા કામ કરવામાં સમય આપવો નહીં પડે. 

5. બાળક 1 વર્ષથી વધારે મોટું થાય એટલે બાળકને પણ આદત પાડો કે રમકડાંથી રમી તેને યોગ્ય સ્થાને મુકો, પોતાનું કામ જાતે કરવાની આદત નાનપણથી આ રીતે જ પડે છે. બાળકને આ ઉંમરથી જાતે ખાતાપીતાં પણ શીખવાડો. 





from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WljILV
via Latest Gujarati News

Post a Comment

0 Comments