ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠક પર આગળ


અમદાવાદ, તા. 23 મે 2019, ગુરુવાર

લોકસભાની ચૂંટણીના પરિણામ અપેક્ષ મુજબ આવી રહ્યાં છે 2014ની ચૂંટણીમાં જે રીતે નરેન્દ્ર મોદી અને ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું હતું તેનું ફરીથી પુનરાવર્તન થયું છે. ગત ચૂંટણી જેમ આ વખતે પણ ગુજરાત અને હિંદી  ભાષી રાજ્યોમાં ભાજપ અને NDAનો દબદબો યથાવત્ રહ્યો છે. શરૂઆતના 2 કલાક દરમિયાન પરિણામના ટ્રેન્ડમાં આ તમામ રાજ્યોમાં આગળ છે. જેમાં સૌથ વધું મહત્વના ગણાતા ઉત્તરપ્રદેશમાં 56 બેઠકોમાં ભાજપ આગળ છે જ્યારે મહારાષ્ટ્રમાં NDA 39 બેઠક પર, રાજસ્થાનમાં 24, મધ્યપ્રદેશમાં 27, પ.બંગાળ 17, બિહારમાં 38 તથા ગુજરાતમા તમામ 26 બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે.

હિંદી ભાષી રાજ્યો ઉપરાંત આ વખતે ભાજપે પ.બંગાળમાં મમતાના ગઢમાં ગાબડું પાડ્યું  છે. ભાજપ અહીં પણ 17 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ભાજપ અને NDAને 537માંથી 325 બેઠકમાં આગળ રહેતા કોંગ્રેસ સહિતના તમામ પક્ષોની ગણતરી તદ્દન ઉંધી પડી છે. દેશના લોકોએ ફરીથી વડાપ્રધાન મોદી પર વિશ્વાસ મુક્યો છે. તેટલું જ નહી ડાબેરીઓના મતો પણ મોદીને પ્રથમ વખત મળી રહ્યાં છે.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2M5flRi
via Latest Gujarati News

Post a Comment

0 Comments