
અમદાવાદ, 23 મે 2019, ગુરુવાર
બદલતા વાતાવરણની અસરના કારણે લોકોને શરદી, ઉધરસ, તાવ, માથાનો દુખાવો, ઈંફેકશન જેવી સમસ્યા વારંવાર થતી હોય છે. જો આ બીમારીઓથી બચવા માટે પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આવી બીમારીઓથી બચવામાં લસણ અને મધ મદદ કરી શકે છે. આ બંને વસ્તુ દરેક ઘરના રસોડામાં મળી રહે છે. લસણ અને મધ બંનેમાં ઔષધિય ગુણ હોય છે. શરીરને ઊર્જાવાન અને યુવાન બનાવવાનું કામ પણ લસણ કરે છે. જો મધ અને લસણને મિક્સ કરી તેનું સેવન કરવામાં આવે તો અનેક બીમારીઓ શરીરમાંથી જડમૂળમાંથી દૂર થઈ જાય છે.
લસણ અને મધ એકસાથે ખાવાના લાભ
1. સાયનસની સમસ્યા જેને હોય તેણે લસણ અને મધને એકસાથે ખાવા જોઈએ. તેનાથી શરીરની અંદર ગરમી વધે છે અને રોગ નાબૂદ થાય છે.
2. ગળામાં ઈંફેકશન થવું સામાન્ય વાત છે પરંતુ આ ઈંફેકશનને દૂર કરવા માટે લસણ અને મધ સાથે ખાવા જોઈએ.
3. બાળકને ઝાડા થઈ જાય તો તેને થોડું લસણ અને મધ મિક્સ કરી ખવડાવવું. તેનાથી પેટની બીમારીઓ દૂર થાય છે.
4. લસણ અને મધ એકસાથે ખાવાથી હૃદયની બીમારીઓનું જોખમ પણ દૂર થાય છે. આ બંને વસ્તુ એકસાથે ખાવાથી રક્તસંચાર સુધરે છે. ધમનીઓમાં જો ચરબી જામી હોય તો તે પણ દૂર થાય છે.
5. શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે લસણ અને મધનું આ મિશ્રણ.
6. ફંગલ ઈંફેકશન હોય ત્યારે શરીર નબળું પડી જાય છે. તેવામાં લસણમાં મધ ઉમેરી ખાવાથી લાભ થાય છે.
7. લસણ અને મધનું મિશ્રણ શરીરની અંદરની ગંદકી સાફ કરી શરીરને ડિટોક્સ કરે છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2whO7vK
via Latest Gujarati News
0 Comments