UNએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, વાંચીને તમને પણ થશે ગર્વ

જયપુર, તા. 19 મે 2019, રવિવાર

જયપુર અને દિલ્લીના રસ્તામાં એક સુંદર રેલ્વે સ્ટેશન છે ગાંધીનગર. કહેવામાં તો એ બીજા સ્ટેશન જેવું જ છે, પરંતુ આ સ્ટેશનની વિશેષતા એ છે કે અહિંયા કામ કરનાર તમામ કર્મચારી મહીલા છે. જેના કારણે સંયુક્ત રાષ્ટ્રએ સ્ત્રી સશક્તીકરણની દિશામાં આ સ્ટેશને એક મિશાલ ગણાવી છે.

જયપુર-દિલ્લીના રાસ્તામા આવેલ આ સ્ટેશનમાં દિવસ દરમ્યાન ઘણી બધી ટ્રેન નીકળે છે અને અહીંયાથી પસાર થનાર લોકો ટ્રેનને લીલી ઝંડી બતાવનાર, ટીસી અને સફાઈ કામદારની જગ્યાએ મહિલાને જોતા આશ્ચર્ય ચકીત પણ થાય અને ખુશ પણ થાય છે. ટિકીટ બારીમાં પણ સફેદ કપડા પહેરીને લીલા રંગનો કોટ ધારણ કરનાર સ્ત્રીઓ પોતાનુ કામ કરતી નજરે આવે છે.

સંયુક્ત રોષ્ટ્રએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં એક વીડિયો પોસ્ટ કરી આ સ્ટેશન અંગે વિસ્તારથી માહિતી આપતા લખ્યું કે, અહિંયા 40થી વધારે મહિલા કર્મચારી છે, જે પુરૂષો કરતા સારી રીતે પોતાની જવાબદારી નિભાવે છે. એમનો કહેવાનો મતલબ છે કે, મહિલાએ સ્ટેશનની જવાબદારી સંભાળ્યા બાદ અહિંયાની સ્વચ્છતાની વ્યવસ્થા વધી છે, ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરનાર લોકોની સંખ્યા ઘટી છે અને ટિકિટ લેનારની હરોળ ઓછી જોવા મળે છે.

યુએન અનુસાર અહિંયા કામ કરનાર સ્ત્રીઓએ એક મહિનાની અંદર 520 જેટલા લોકોને ટિકિટ વિના ટ્રેનમા ચડવાનો પ્રયત્ન કરતા રોક્યા છે. જ્યારે ગત વર્ષે એ જ મહિનામાં પુરૂષ કર્મચારીઓએ માત્ર 64 લોકોને પકડ્યાં હતા. આ કારણે જ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ સ્ટેશનની જવાબદારી મહિલા સ્ટાફને સોંપવામા આવી છે અને તેના પરિણામસ્વરૂપે આજે આ સ્ટેશનની આવકમાં વધારો થયો છે.

સ્ત્રીઓને પુરૂષોથી ચઢીયાતી ઠેરાવી વીડિયોમાં કહેવામા આવ્યું કે, એક એવો દેશ જ્યાં રોજગારીમાં મહિલાઓનો હિસ્સો માત્ર 27 ટકા છે, મહિલાઓ દ્વારા આવી રીતે એક સ્ટેશનને સંભાળવું એ પોતાનામા એક મિશાલ જેવું છે. 

રેલ્વે મંત્રી પીયુષ ગોયલએ આ સ્ટેશન વિશે ટ્વિટ કરીને કહ્યું કે, રાજસ્થાનના જયપુરમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશન પેહેલું રેલવે સ્ટેશન છે. જે 24X7 મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે.

આ સ્ટેશનમાં નિયમિત કામ-કાજ ઉપરાંત રેલ્વે સુરક્ષાની જવાબદારી પણ મહિલા કર્મચારીની છે. મહિલા સશક્તીકરણ અને સમાજમા સકારાત્મક પરિવર્તન લાવવા માટે રેલ્વેની એક અનોખી પહેલ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EiYaVY
via Latest Gujarati News

Post a Comment

0 Comments