જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં બસ ખાડામાં પડતા 11 વિદ્યાર્થીઓના મોત


(પીટીઆઇ) શ્રીનગર, તા.27 જૂન, 2019, ગુરૂવાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાન જિલ્લામાં ઉંડા ખાડામાં એક મિનિ બસ પડી જતાં કોમ્પ્યુટર કોચીંગ કલાસની નવ છોકરીઓ સહિત ૧૧ વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા. પુંચસ્થિત સંસ્થાના વિદ્યાર્થીઓને લઇને  આવી રહેલી બસ પુંચના શોપિયાનને બાફલિયાઝથી જોડતા મોગલ માર્ગ પર પીર કી ગલી ખાતે આ બસ પડી હતી, એમ એક પોલીસ અધિકારીએ કહ્યું હતું. માર્યા ગયેલાઓમાં નવ વિદ્યારથિનીઓ હતી. દુર્ઘટનામાં સાતને ઇજા થઇ હતી.ઘાયલ થયેલાઓને ઘટના સ્થળેથી લઇ જઇ શોપિયાનની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલીકે ઘટના અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો અને માર્યા ગયેલાઓના પરિવારને રૂપિયા પાંચ પાંચ લાખના વળતરની જાહેરાત કરી હતી. 

શોક સંદેશામાં રાજ્યપાલે શોકાતુર પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી માર્યા ગયેલાઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.રાજ્યપાલે વહીવટી તંત્રને ઘાયલોને સારામાં સારી સારવાર પુરી પાડવા આદેશ કર્યો હતો અને તેમના જલદી સાજા થવા પ્રાર્થના કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZQbRUE
via Latest Gujarati News

Post a Comment

0 Comments