વાજપેયીના અસ્થિ વિસર્જનના કાર્યક્રમનો 2.5 કરોડનો ખર્ચ ઉ.પ્ર. માહિતી વિભાગ ચૂકવશે


લખનઉ, તા.27 જૂન, 2019, ગુરૂવાર

ઉત્તર પ્રદેશ રાજ્ય માહિતી વિભાગ ગયા વર્ષે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિ વિસર્જનમાં થયેલ ૨.૫ કરોડના ખર્ચની ચૂકવણી કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર લખનઉ ડેવલોપમેન્ટ ઓથોરિટી(એલડીએ) તરફથી બિલની ચૂકવણી કરવાની ખાતરી મળ્યા પછી અસ્થિ વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

૨.૫ કરોડ રૂપિયાના બિલમાં સ્ટેજની રચના, સાઉન્ડ સિસ્ટમ, ફૂલો, લાઇટ અને બેરિકેંડ્સ વગેરેનો ખર્ચ સામેલ છે. આ કેસ અએ સમયે પ્રકાશમાં આવ્યો જ્યારે એક ન્યૂઝ પેપરમાં એલડીએના સચિવ એમ પી સિંહના સંદર્ભથી જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારે હજુ સુધી બિલની ચૂકવણી કરી નથી. 

સમાચાર પત્રના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બિલની ચૂકવણી માટે એલડીએ અને રાજ્ય માહિતી વિભાગે એકબીજાને અનેક પત્રો લખ્યા હતાં.  આ મુદ્દે વિવાદ વધતા રાજ્ય માહિતી વિભાગના ડાયરેક્ટર શિશિર સિંહે એલડીએને પત્ર લખી જણાવ્યું હતું કે તે આ બિલની ચૂકવણી કરશે અને આ અંગેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમ ૨૩ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ લખનઉના હનુમાન સેતુની પાસે ગોમતી નદીના કિનારે યોજવામાં આવ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XBCyiv
via Latest Gujarati News

Post a Comment

0 Comments