
છેલ્લા 20 વર્ષોમાં બીજો સૌથી નીચલો સ્તર : 2018માં સ્વિસ બેંકોમાં તમામ વિદેશીઓ દ્વારા જમા રકમ પણ ચાર ટકા ઘટીને રૂ. 1.4 લાખ કરોડ થઇ
(પીટીઆઇ)ઝ્યૂરીચ/ નવી દિલ્હી, તા.27 જૂન, 2019, ગુરૂવાર
સ્વિસ બેંકોમાં ભારતના લોકો અને ભારતીય કંપનીઓ દ્વારા રાખવામાં આવતા ધનમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે સ્વિસ નેશનલ બેંક દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ૨૦૧૮માં ભારતીયોની જમા રકમ ૬ ટકા ઘટીને ૬૭૫૭ કરોડ રૂપિયા થઇ ગઇ હતી.
જે છેલ્લા ૨૦ વર્ષોમાં બીજો સૌથી નીચલો સ્તર છે. સ્વિસ નેશનલ બેંકના આંકડાઓ મુજબ ૨૦૧૮માં સ્વિસ બેંકોમાં તમામ વિદેશીઓ દ્વારા જમા રકમ પણ ચાર ટકા ઘટીને ૧.૪ લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. ભારતીયોની ૬૭૫૭ કરોડ રૂપિયાની જમા રકમમાં વ્યકિતગત અને કંપનીઓએ જમા કરેલી રકમ પણ સામેલ છે.
જેમા ભારતમાં સ્થિત સ્વિસ બેંકોની શાખાઓના આંકડા પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૬ના અંતમાં સ્વિસ બેંકોમાં ભારતીયોની જમા રકમ ૨૩,૦૦૦ કરોડ રૂપિયા હતી. જે અત્યાર સુધીની સૌથી વધુ રકમ છે.
૨૦૧૮ના અંત સુધીમાં સ્વિટ્ઝરલેન્ડમાં ૨૪૮ બેંકો હતી જેમાંથી ૨૦૧૬ બેંકોએ નફો કર્યો હતો જ્યારે ૩૨ બેંકોએ નુકસાન કર્યુ હતું. સ્વિટ્ઝરલેન્ડની બેંકોમાં કર્મચારીઓની સંખ્યા ૧૫૪૭ ઘટીને ૧,૦૭,૩૮૮ થઇ છે. એસએનબી દ્વારા જારી કરાયેલા આંકડામાં એનઆરઆઇએ સ્વિટ્ઝરલેન્ડની બેંકોમાં અન્ય દેશોના એકમોના સ્વરૂપમાં જમા કરાવેલી રકમનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
સ્વિસ બેંકોમાં પાકિસ્તાનીઓના નાણાંમાં 33 ટકાનો ઘટાડો
(પીટીઆઇ)ઝ્યુરિચ/નવી દિલ્હી, તા. ૨૭
આજે સ્વિસ નેશનલ બેંક દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ૨૦૧૮માં પાકિસ્તાનીઓની જમા રકમ ૩૩ ટકા ઘટીને ૫૩૦૦ કરોડ રૂપિયા થઇ ગઇ હતી. જે અત્યાર સુધીનું સૌૈથી નિમ્ન સ્તર છે. છેલ્લ ચાર વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાનીઓની જમા રકમ ભારતીયોની જમા રકમ કરતા ઓછી છે. ૨૦૧૭માં પણ પાકિસ્તાનીઓના જમા નાણામાં ૨૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ૨૦૧૬માં આ રકમમાં ૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જો કે ૨૦૧૫માં આ રકમમાં ૧૬ ટકાનો વધારો થયો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2X6aqj6
via Latest Gujarati News
0 Comments