
(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા.3 જૂન 2019, સોમવાર
૧૮ ફેબુ્રઆરી ૨૦૧૯ના દિવસે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકસભા અને વિધાનસભા સાથે તમામ ચૂંટણીઓમાં શિવસેના સાથે ભાજપની યુતિ કરવાની ઘોષણા કરી હતી.
ત્યારે જ ૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકોમાંથી ૫૦/૫૦ ટકા બેઠકો ભાજપ અને શિવસેના લડશે તેમજ એમાંથી જ મિત્ર પક્ષોને બેઠકો ફાળવવામાં આવશે, એવું પાકુ કરવામાં આવ્યું હતું એ મુજબ જ યુતિના સંકટમોચક, મુખ્ય પ્રધાનના કરીબી નેતા અને મહેસુલ પ્રધાન ચંદ્રકાંતદાદા પાટિલે શિવસેના અને ભાજપ બન્ને ૧૩૫-૧૩૫ બેઠકો લડશે. તેમજ મિત્રપક્ષોને ૧૮ બેઠકો ફાળવવામાં આવે, એવી સ્પષ્ટતા કરી.
મરાઠવાડામાં ઔરંગાબાદ ખાતે રેવેન્યુ ડિવિઝન વિસ્તારમાં દુકાળ સંદર્ભેના કામો પ્રત્યેની જાણકારી લેવા માટે મહેસૂલ તેમજ મદદ અને પુનર્વીસ પ્રધાન તરીકે ચંદ્રકાંતદાદા પાટિલ આવ્યા હતા.
બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા વિધાનસભા ચૂંટણીનાં શિવસેના ભાજપ યુતિ અંગેના પ્રશ્નોના જવાબ આવ્યા. ભારતીય જનતા પર્ટી ૧૩૫ બેઠકો ઉપર ઉમેદવાર ઉભા કરશે અને શિવસેના પણ એટલી જ બેઠકો લડશે. બાકીની બેઠકો મિત્રપક્ષોને ફાળવવામાં આવશે. યુતિના સીટ શેઅરીંગમાં હવે ફેર બદલ થશે નહીં.
ઔરંગાબાદ લોકસભા બેઠક ઉપર ચંદ્રકાંત ખૈરીની હાર શિવસેનાના માજી વિધાનસભાના કારણે થઇ એટલે એ હારનું ઠીકરુ ભાજપના માથે ફોડવાનો પ્રશ્નજ ઉભો થતો નથી, એવી પણ સ્પષ્ટતા ચંદ્રકાંતદાદાએ ફરી એકવાર કરી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/AQ5hJw
via Latest Gujarati News
0 Comments